માત્ર 100 રૂપિયાથી બની કરોડપતિ, ચમકી ગઈ મહિલાની કિસ્મત, જાણો કઈ રીતે ?

|

Mar 02, 2021 | 4:45 PM

પંજાબના અમૃતસરની રેણુ એક સામન્ય ગૃહિણી છે. તેણે 100 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેણે એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

માત્ર 100 રૂપિયાથી બની કરોડપતિ, ચમકી ગઈ મહિલાની કિસ્મત, જાણો કઈ રીતે ?
Renu Chauhan : Lottery Winner

Follow us on

કહેવાય છે કે નસીબમાં લખેલું કોઈ છીનવી લેતું નથી. ભાગ્યમાં જે પણ મળવાનું લખ્યું હશે તે કોઈના કોઈ સ્વરૂપમાં મળી જ રહે છે. આવું જ કાઇ પંજાબની એક મહિલા સાથે થયું છે. જે રાતો રાત માત્ર 100 રૂપિયાથી કરોડપતિ બની ગઈ હતી. આ મહિલાના નસીબમાં કરોડપતિ બનવાનું લખ્યું હતું તો ભાગ્ય એ તેના માટે કરોડપતિ બનવાના સંજોગો ઊભા કરી દીધા અને તેના નસીબનું તેને અપાવી દીધું. ચાલો જાણીએ કે કઈ રીતે એક સામાન્ય મહિલા બની ગઈ રાતો રાત કરોડપતિ.

અહી જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે છે રેણુ ચૌહાણ, પંજાબના અમૃતસરની રેણુ એક સામન્ય ગૃહિણી છે. તેણે 100 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેણે એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. ભાગ્યની આ રમત રેણુની તરફેણમાં ગઈ. તેણે પંજાબ સ્ટેટ ફિયર 100 પ્લસની લોટરીમાં ટિકિટ ખરીદી હતી. પંજાબ સ્ટેટ ડિયર 100 પ્લસની લોટરીના પરિણામોએ રેણુનું નસીબ બદલી નાખ્યું છે. ગયા મહિને તેને 1 કરોડનું ઈનામ મળ્યું હતું. રેણુ ચૌહાણે ઇનામ ટિકિટની સાથે જરૂરી દસ્તાવેજો સંબંધિત સરકારી વિભાગને સુપરત કર્યા છે. ટિકિટ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી રેનુને ઇનામની રકમ આપવામાં આવશે. ચાલો આપણે જાણીએ કે ઘણી રાજ્ય સરકારોની જેમ પંજાબ સરકાર પણ સરકારી લોટરી ચલાવે છે.

Punjab-Dear-100-Monthly-Lottery-Results-2021

પરિવારની મુશ્કેલીઓ થઈ દૂર
રેણુ એક મધ્યમ વર્ગના કુટુંબની છે. આ એક કરોડની રકમ તેના પરિવારને ઘણી રાહત આપશે. આ રકમ દ્વારા તેના પરિવારની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. રેણુનો પતિ અમૃતસરમાં કપડાની દુકાન ધરાવે છે. ઇનામની રકમની મદદથી રેણુનો પરિવાર સરળ જીવન જીવી શકશે. બમ્પર ઇનામની રકમ તેના પરિવાર માટે ખુશીઓના દ્વાર ખોલી નાંખશે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

કઇ રીતે મળશે ઈનામની રકમ ?
રૂપિયા એક કરોડની લોટરીની રકમ સીધી જ વિજેતા રેણુના બેન્ક ખાતામાં જમા થશે. પંજાબની જે લોટરી રેણુને લાગી છે તેની જાહેરાત ગયા મહિનાની 11 તારીખે થઈ હતી અને તેના ઇનામી ટિકિટના નંબર D-122281

પરિવાર માટે મોટી ખુશ ખબર
રેણુને લાગ્યું કે 1 કરોડનું ઇનામ તેના આખા પરિવાર માટે ખુબ સારા સમાચાર છે. પંજાબ રાજ્ય લોટરી વિભાગના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે પંજાબ રાજ્ય ડિયર 100 પ્લસ માસિક લોટરીના પરિણામો 11 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ડ્રોમાં જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી ટિકિટ D-122281 વિજેતા રેણુએ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. ઇનામની રકમ ટૂંક સમયમાં વિજેતાના ખાતામાં જમા થઈ જશે.

Published On - 4:43 pm, Tue, 2 March 21

Next Article