વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમિત શાહે વારાણસીમાં કરી ખાસ તૈયારીઓ

|

Apr 13, 2019 | 6:08 AM

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા નદીની પૂજા કરશે. નરેન્દ્ર મોદીની લોકસભા સીટ પર ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તૈયારીઓ માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ વારાણસી પોંહચ્યા છે. અમિત શાહે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી માટે સંગઠન સાથે ચર્ચા કરી હતી. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સામેલ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે અમિત શાહે વારાણસીમાં કરી ખાસ તૈયારીઓ

Follow us on

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગંગા નદીની પૂજા કરશે. નરેન્દ્ર મોદીની લોકસભા સીટ પર ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તૈયારીઓ માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ વારાણસી પોંહચ્યા છે.

અમિત શાહે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી માટે સંગઠન સાથે ચર્ચા કરી હતી. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સામેલ હતા. તેમાં નક્કી કરવામાં આવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગંગા પૂજન કરશે. 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે તેના એક દિવસ પહેલા 25 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરશે.

TV9 Gujarati

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

કાર્યક્રમ મુજબ લંકા સ્થિત માલવીય પ્રતિમાને નમન કરીને રોડ શોનો પ્રારંભ કરવામાં આવશે, જે ગોધોલિયા પર સમાપ્ત થશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને ગંગા આરતીમાં સામેલ થશે. તે દરમિયાન ગંગા પૂજન કરીને જીત માટે આર્શીવાદ મેળવશે. અમિત શાહે વડાપ્રધાન મોદીના ઉમેદવારી પત્રને ઐતિહાસિક બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી છે કે બધા જ કાર્યકર્તાઓ તેમના બૂથ પર સમય આપે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article