Breaking News : કેન્દ્ર સરકારનું ઓપરેશન ટ્રાઇડન્ટ, 3 રાજ્યોમાં મોટું ડ્રગ્સ કૌભાંડ ઝડપાયું, 18 આરોપીઓની ધરપકડ, જુઓ Video
કેન્દ્ર સરકારે ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. અમિત શાહે માહિતી આપતા જણાવ્યું કે આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળોએ દરોડા પાડી 18 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
કેન્દ્ર સરકારે ડ્રગ્સના ગેરકાયદે નેટવર્ક સામે ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ એક મોટી અને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિસ્તૃત માહિતી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ દ્વારા આપી હતી. આ ઓપરેશન અંતર્ગત આસામ, મિઝોરમ અને મણિપુર એમ ત્રણ રાજ્યોમાં કુલ 38 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જે ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ સરહદે સક્રિય હતું. આ દરોડા દરમિયાન ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ₹100 કરોડના હવાલા વ્યવહારો સામે આવ્યા છે. તદુપરાંત, 1,424 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે, અને ₹17 કરોડ 82 લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
રોકડા ₹12 લાખ અને 500 ડિટોનેટર પણ જપ્ત કરાયા છે. ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ કાર્યવાહી દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 2029 સુધીમાં ભારતને સંપૂર્ણપણે ડ્રગ્સમુક્ત બનાવવાનો દાવો વ્યક્ત કર્યો છે, જે દેશમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ, કેટલીક મોડી પડશે, જુઓ Video

