નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થાને લઈને આજે મોટી જાહેરાત કરી શકે છે, 2.30 યોજાશે પત્રકાર પરિષદ

|

Sep 14, 2019 | 4:17 AM

આર્થિક મામલે આલોચનાનો સામનો કરી રહેલી મોદી સરકાર આજે કોઈ મોટા નિર્ણય કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે પત્રકાર પરિષદ યોજશે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે નાણાંમંત્રી કોઈ મોટી જાહેરાત કરી શકે છે. Amid concerns over economic slowdown, FM Nirmala Sitharaman will on Saturday address a […]

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અર્થવ્યવસ્થાને લઈને આજે મોટી જાહેરાત કરી શકે છે, 2.30 યોજાશે પત્રકાર પરિષદ

Follow us on

આર્થિક મામલે આલોચનાનો સામનો કરી રહેલી મોદી સરકાર આજે કોઈ મોટા નિર્ણય કરી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે પત્રકાર પરિષદ યોજશે. ત્યારે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે નાણાંમંત્રી કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

આ પહેલા પણ 30 ઓગસ્ટે પણ એક પત્રકાર પરિષદ કરીને નાણામંત્રીએ સરકારી બૅન્કોના વિલીનીકરણની 4 મોટી બૅન્કો બનાવવાની જાહેરાત પછી નાણામંત્રીએ સરકારી બૅન્કોના તંત્રમાં સુધારાની જાહેરાત કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટે કેન્દ્ર સરકારે સુધારાને આગળ વધારતા શુક્રવારે 10 સરકારી બૅન્કોને સાથે રાખીને 4 બૅન્ક બનાવવાની જાહેરાત કરી છે. તેમાં ઓરિએન્ટલ બૅન્ક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બૅન્ક ઓફ ઈન્ડિયાને પંજાબ નેશનલ બૅન્કમાં જોડવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વિલીનીકરણ પછી પંજાબ નેશનલ બૅન્ક દેશની બીજી સૌથી મોટી સરકારી બૅન્ક બની જશે. જેનો કુલ કારોબાર 17.5 લાખ કરોડ રૂપિયા થશે. ત્યારે કેનરા બૅન્ક અને સિન્ડીકેટ બૅન્કને સાથે જોડીને બનાવવામાં આવેલી બૅન્ક દેશની ચોથી સૌથી મોટી સરકારી બૅન્ક હશે. જેનો કુલ કારોબાર 15.20 લાખ કરોડ રૂપિયા હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article