ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે થનારાં છે. આજે મુકેશ અંબાણી, આકાશ અંબાણી અને નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરે પહોંચ્યા હતાં. આકાશ અંબાણી અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને તેના પરિવારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન ત્રણ દિવસ સુધી […]
ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે થનારાં છે. આજે મુકેશ અંબાણી, આકાશ અંબાણી અને નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરે પહોંચ્યા હતાં.
આકાશ અંબાણી અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન કરવા જઈ રહ્યાં છે અને તેને લઈને તેના પરિવારમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે અને તેનું આયોજન જિયો ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ડિસેમ્બરમાં આકાશની બહેન દિશા અંબાણીના લગ્ન થયાં હતાં. આકાશ અને શ્લોકાની સગાઈ 2018ના વર્ષમાં થઈ હતી અને હાલ તેના લગ્નની પ્રથમ કંકોત્રી નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિદ્ધીવિનાયક મંદિરમાં મુકવા આવ્યાં હતાં. આકાશ પણ તેની સાથે હતો. તેમની સાથે ઈશા અંબાણીના સસરા પીરામલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આમ અંબાણી પરિવારે લગ્નની પહેલી કંકોત્રી સિદ્ધીવિનાયક ગણેશ મંદિર ખાતે ચઢાવી હતી.