Amazon પર રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ, સોશિયલ મીડિયા યુઝર્સે વ્યક્ત કરી નારાજગી

|

Jan 24, 2022 | 11:59 PM

સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનની વેબસાઈટ પર એપેરલ, કપ, કીચેન અને ચોકલેટ જેવી વસ્તુઓની તસવીરો શેર કરી છે જેમાં ત્રિરંગાની તસવીરો અથવા છાપ છે અને આ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી કરી છે.

Amazon પર રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ, સોશિયલ મીડિયા યુઝર્સે વ્યક્ત કરી નારાજગી
Amazon પર રાષ્ટ્રધ્વજના અપમાનનો આરોપ- પ્રતિકાત્મક ફોટો

Follow us on

એમેઝોને (Amazon) સોમવારે ભારતીય રાષ્ટ્રધ્વજ (Indian National Flag) નું કથિત અપમાન (Insult) કરવા બદલ ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વર્ગના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. એમેઝોને ભારતીય રાષ્ટ્રધ્વજની છબીઓ દર્શાવતા વસ્ત્રો અને ખાદ્યપદાર્થો સહિત અમુક ઉત્પાદનો વેચવા બદલ ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓના એક વિભાગ દ્વારા ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમાંથી કેટલાકે કહ્યું કે આ રીતે ત્રિરંગાનો ઉપયોગ કરવો એ દેશના ધ્વજ સંહિતાનું અપમાન અને ઉલ્લંઘન છે.

સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનની વેબસાઈટ પર એપેરલ (કપડાં), કપ, કીચેન અને ચોકલેટ જેવી વસ્તુઓની તસવીરો શેર કરી છે જેમાં ત્રિરંગાની તસવીરો અથવા છાપ છે અને આ વસ્તુઓ પર પ્રતિબંધની માંગણી કરી છે. એમેઝોને આ સંદર્ભમાં ફિડબેક માંગતા ઇમેઇલ પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે ઉત્પાદનો પર ત્રિરંગાનો ઉપયોગ ભારતીય ધ્વજ સંહિતા, 2002 ની વિરુદ્ધ છે.

સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે કહ્યું કે આ પ્રકારનો ઉપયોગ રાષ્ટ્રધ્વજ (Indian National Flag) નું અપમાન છે, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે વેચાણ વધારવાનો આ એક સસ્તો રસ્તો છે અને તેનાથી ભારતીય નાગરિકોની દેશભક્તિમાં વધારો થશે નહીં. કોડ મુજબ, “ધ્વજનો ઉપયોગ કોઈપણ ડ્રેસ અથવા યુનિફોર્મના ભાગ તરીકે કરવામાં આવશે નહીં. તે ગાદલા, રૂમાલ, નેપકિન્સ અથવા બોક્સ પર છાપવામાં આવશે નહીં.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પહેલા પણ એમેઝોન નારાજગીનો સામનો કરી ચુક્યું છે

નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે એમેઝોન આ પ્રકારના આક્રોશનો સામનો કરી રહ્યું હોય. 2017 માં, એમેઝોનને ભારતના સખત વિરોધને પગલે તેની કેનેડિયન વેબસાઇટ પર સૂચિબદ્ધ ભારતીય ધ્વજ ‘ડોરમેટ’ દૂર કરવો પડ્યો હતો.

અન્ય એક કિસ્સામાં, ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ એમેઝોન વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને ફરિયાદ કરી છે. આમાં એમેઝોન પર ભારતમાં વધુ રિટેલ સ્ટોર્સ ખરીદવાની મંજૂરી મેળવવા માટે છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

CAITએ જણાવ્યું હતું કે મોર રિટેલના કિસ્સામાં, એમેઝોને ફ્યુચર રિટેલ સાથેના સોદા દરમિયાન જે છેતરપિંડી અને ખોટી રજૂઆત કરી હતી. CAIT એ કહ્યું કે ભારતમાં રિટેલ બિઝનેસ અને ‘ઇન્વેન્ટરી-આધારિત’ ઈ-કોમર્સ પર છેતરપિંડીથી કબજો કરવાનો આ એમેઝોનનો પ્રયાસ છે.

આ પણ વાંચો: Budget Session: 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું સંબોધન, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ, 2 ફેબ્રુઆરીથી લાગુ થશે કોવિડ પ્રોટોકોલ

આ પણ વાંચો: Punjab: પટિયાલામાં કાલી માતા મંદિરમાં મૂર્તિના ઉંબરા પર ચઢ્યો માણસ, પોલીસે કરી ધરપકડ, CM ચન્નીએ કહ્યું- ચૂંટણી પહેલા સામાજિક સમરસતાને અસ્થિર કરવાનો પ્રયાસ

Next Article