Amarnath Yatra : જાણો અમરનાથ યાત્રા માટે ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન અને કેવી રીતે કરાવી શકાશે નોંધણી

|

Mar 28, 2021 | 12:47 PM

Amarnath Yatra :  કાશ્મીરમાં અમરનાથ જવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં અમરનાથ ગુફા માટે રજિસ્ટ્રેશન શરુ થવા જઇ રહ્યું છે. રજિસ્ટ્રેશન શરુ થયા બાદ લોકોએ પહેલા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

Amarnath Yatra : જાણો અમરનાથ યાત્રા માટે ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન અને કેવી રીતે કરાવી શકાશે નોંધણી
Amarnath yatra

Follow us on

Amarnath Yatra :  કાશ્મીરમાં અમરનાથ જવાનું મન બનાવી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં અમરનાથ ગુફા માટે રજિસ્ટ્રેશન શરુ થવા જઇ રહ્યું છે. રજિસ્ટ્રેશન શરુ થયા બાદ લોકોએ પહેલા અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ તેઓ અમરનાથ જઇ શકશે. કોરોનાવાયરસના કારણે આ વખતે યાત્રીઓએ અનેક દિશા-નિર્દેશનું પાલન કરવું પડશે. આ વખતે કોરોનાના કારણે કેટલાય લોકોને યાત્રામાં જવા માટે પ્રવેશ નહી આપવામાં આવે. તો જાણીએ કે યાત્રા ક્યારથી શરુ થવાની છે અને યાત્રા માટે કેવીરીતે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

ક્યારથી શરુ થશે યાત્રા 

અમરનાથ ગુફા મંદિર 3,880 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. જેના માટે 56 દિવસની યાત્રા  પહલગામ અને બાલટાલ રસ્તાઓથી 28 જૂનથી શરુ થશે અને 22 ઓગષ્ટના રોજ પૂર્ણ થશે. જૂનના અંતમાં શરુ થનારી યાત્રા માટે પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવીને મંજૂરી લેવી પડશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ક્યારથી શરુ થશે રજિસ્ટ્રેશન 

અમરનાથ યાત્રા માટે 1 એપ્રિલ 2021થી રજિસ્ટ્રેશન શરુ થવાના છે. યાત્રીઓએ બંને માર્ગ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

ક્યાં થશે રજિસ્ટ્રેશન 

અમરનાથ યાત્રા માટે દેશની 446 બેંક બ્રાંચમાં રજિસ્ટ્રેશન થશે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ તરફથી ઓફિશિયલ જાણકારી અનુસાર દેશમાં 446 બેંક બ્રાંચના માધ્યમથી રજિસ્ટ્રેશન થશે. આ બેંકમાં પંજાબ નેશનલ બેંકની 316 જમ્મુ કશ્મીર બેંકની 90 અને યસ બેંકની 40 બ્રાંચ સામેલ છે.

કોણ કરાવી શકશે રજિસ્ટ્રેશન 

આ માટે દરેક વ્યક્તિ એપ્લાઇ કરી શકે છે. યાત્રા માટે હેલ્થ સર્ટિફિકેટ પણ જમા કરાવવાનું રહેશ. યાત્રા 2021 માટે 15 માર્ચ બાદનું હેલ્થ સર્ટિફિકેટ જ માન્ય રહેશે.રજિસ્ટ્રેશન કરાવવા માટે જે કોઇપણ નિયમોનું પાલન કરવાનું છે તેની જાણકારી વેબસાઇટ પર આપવામાં આવી છે. આપને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકોના તરફથી અધિકૃત ડોક્ટરો અથવા ચિકિત્સા સંસ્થાની તરફથી આપેલા મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવા પડશે.

કોને નહી હોય પરવાનગી 

13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ આયુના લોકો અને 6 અઠવાડિયાથી વધારે ગર્ભવતી મહિલાઓ રજિસ્ટ્રેશન નહી કરાવી શકે. આ વર્ષે યાત્રા માટે કોવિડ-19 માપદંડો અનુસાર આ લોકો રજિસ્ટ્રેશન નહી કરાવી શકે.

 

આ વખતે શું હશે અલગ 

યાત્રા માટે દરેક દિવસે રસ્તાઓની મંજૂરી અલગ અલગ હશે. સાથે જ વધારે શિબિરોની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે શિબિરોની સંખ્યા 2000થી 5000 સુધી વધારવામાં આવી શકે છે. સાથે જ વીજળી ,પીવાનું પાણી , પરિવહન , સુરક્ષા , બેરિકેડિંગ , મોબાઇલ ટોયલેટ , ક્લોક રુમ અને સામુદાયિક રસોઇઘરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

Next Article