Corona Vaccine: કેન્દ્ર સરકારે કોવિશીલ્ડના બીજા ડોઝને 4 અઠવાડિયા બાદ લગાવવાની મંજુરી આપવી જોઈએ?

|

Sep 06, 2021 | 10:36 PM

કંપનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તે પહેલાથી જ તેના પાંચ હજારથી વધુ કર્મચારીઓને પ્રથમ ડોઝ આપી ચૂકી છે અને લગભગ 93 લાખ રૂપિયામાં બીજા ડોઝની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ હાલના પ્રતિબંધોને કારણે તે તેના કર્મચારીઓને બીજો ડોઝ આપી શકતી નથી.

Corona Vaccine: કેન્દ્ર સરકારે કોવિશીલ્ડના બીજા ડોઝને 4 અઠવાડિયા બાદ લગાવવાની મંજુરી આપવી જોઈએ?
કોરોના રસી કોવિશિલ્ડ. (ફાઇલ ફોટો)

Follow us on

કેરળ હાઈકોર્ટે ( Kerala High Court) કેન્દ્ર સરકારને રસીના પ્રથમ ડોઝ લીધાના ચાર અઠવાડિયા પછી કોવિન પોર્ટલ (CoWIN Portal) પર કોવિશિલ્ડ રસીના બીજા ડોઝને શેડ્યુલ કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો. હાલમાં કેન્દ્ર દ્વારા સૂચવ્યા મુજબ 84 દિવસના અંતર પછી કોવિશિલ્ડના બીજા ડોઝ માટે  નોંધણી કરાવી શકાય છે. હાઈકોર્ટે આ નિર્દેશ કીટેક્સ ગાર્મેન્ટ્સ લિમિટેડની એક અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો, જેમાં તેઓએ તેમના કર્મચારીઓને 84 દિવસ પહેલા કોવિડશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવાની પરવાનગી માંગી હતી.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મામલો જસ્ટિસ પીબી સુરેશ કુમાર સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. તેમણે કહ્યું કે જો રાજ્ય અને કેન્દ્ર સરકાર વિદેશમાં મુસાફરી કરતા લોકોને સારી અને ઝડપી સુરક્ષા માટે અગાઉ COVID-19 વેક્સિન મેળવવા માટે રસીકરણની મંજૂરી આપી શકે છે તો તેમને પણ ઉપલબ્ધ ન કરાવવાનું કોઈ કારણ નથી. દેશમાં તે લોકોને સમાન વિશેષાધિકાર છે, જે તેના શિક્ષણ અથવા રોજગારને કારણે ઝડપી સુરક્ષા ઈચ્છે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

વહેલી રસી આપવાનો વિકલ્પ હોવો જોઈએ: HC

હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નીતિ મુજબ લોકોને વહેલી તકે રસી અપાવવાનો વિકલ્પ હોવો જોઈએ અને આ યોજનાના અમલીકરણ માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ચૂકવણીના ધોરણે રસીઓ વહેંચી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનના પ્રારંભિક પ્રોટોકોલની જેમ રસીનો પહેલો ડોઝ લીધાના ચાર અઠવાડિયા પછી કોવિડ -19 રસીનો બીજો ડોઝ નિર્ધારીત કરવા માટે કોવિન પોર્ટલમાં જરૂરી નિર્દેશ આપવો જોઈએ.

 

કંપનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેણે પહેલા જ તેના પાંચ હજારથી વધુ કર્મચારીઓને પ્રથમ ડોઝ આપી દીધો છે અને લગભગ 93 લાખ રૂપિયામાં બીજી ડોઝની પણ વ્યવસ્થા કરી છે, પરંતુ હાલના પ્રતિબંધોને કારણે તે તેના કર્મચારીઓને બીજો ડોઝ આપી શકતી નથી. આના પર જસ્ટિસ પીબી સુરેશ કુમારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કિટેક્સની દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે તેઓ 2 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સંભળાવશે.

 

કેન્દ્ર સરકારે કોર્ટમાં આ દલીલ કરી હતી

કિટેક્સ તરફથી હાજર રહેલા એડવોકેટ બ્લેઝ કે. જોસે દલીલ કરી હતી કે જો કોઈ સરકારી માધ્યમ દ્વારા રસી ઈચ્છી રહ્યું છે તો સરકારની 84 દિવસના અંતરની વ્યવસ્થા કાયમ રહી શકે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચી રહ્યો છે તો તેને ચાર અઠવાડિયા પછી બીજો ડોઝ મેળવવાની મંજુરી મળવી જોઈએ, જે બે ડોઝ વચ્ચેની લઘુત્તમ અંતર અવધિ છે.

 

વિદેશ જનારા લોકો અને ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓને ચાર અઠવાડિયા પછી રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો અને તેમણે 84 દિવસ સુધી રાહ જોવી પડી નહીં. કેન્દ્રએ આ અરજીનો વિરોધ કરતા કહ્યું  કે કોવિશિલ્ડની અસર વધારવા માટે બે ડોઝ વચ્ચે 84 દિવસનું અંતર સૂચવવામાં આવ્યું છે.

 

 

આ પણ વાંચો :  Har Kam Desh Ke Nam: નૌસેના ઉડ્ડયનને પ્રેસિડેન્ટ્સ કલર પુરસ્કાર એનાયત, રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશની મુક્તિ વખતે INS વિક્રાંતના કિર્તીપૂર્ણ યોગદાનને યાદ કર્યું

Next Article