બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસના તમામ આરોપીઓ નિર્દોષ, પૂરતા પૂરવા નથી, મસ્જિદ તોડવાનુ કોઈ પૂર્વઆયોજિત કાવત્રુ નહીઃ સ્પે. સીબીઆઈકોર્ટ

|

Sep 30, 2020 | 1:04 PM

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે, અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો ચૂકાદો આપતા તમામે તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે.  લખનૌ સ્થિત સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજે ચૂકાદો આપતા કહ્યું કે, બાબરી મસ્જિદ ધ્વસ્ત અંગેના કેસમાં પૂરતા પૂરાવાઓ  નથી. મસ્જિદ તોડી પાડવાનુ કોઈ પૂર્વ આયોજિત કાવતરુ નહોતુ. આ કેસના વકિલોએ પત્રકારોને જણાવ્યુ હતું કે, કોર્ટે માન્યુ છે કે, બાબરી […]

બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસના તમામ આરોપીઓ નિર્દોષ, પૂરતા પૂરવા નથી, મસ્જિદ તોડવાનુ કોઈ પૂર્વઆયોજિત કાવત્રુ નહીઃ સ્પે. સીબીઆઈકોર્ટ

Follow us on

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે, અયોધ્યા બાબરી મસ્જિદ ધ્વસ્ત કેસનો ચૂકાદો આપતા તમામે તમામ 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે.  લખનૌ સ્થિત સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજે ચૂકાદો આપતા કહ્યું કે, બાબરી મસ્જિદ ધ્વસ્ત અંગેના કેસમાં પૂરતા પૂરાવાઓ  નથી. મસ્જિદ તોડી પાડવાનુ કોઈ પૂર્વ આયોજિત કાવતરુ નહોતુ. આ કેસના વકિલોએ પત્રકારોને જણાવ્યુ હતું કે, કોર્ટે માન્યુ છે કે, બાબરી મસ્જિદનો ઢાચો અરાજક તત્વોએ તોડ્યો હતો.  નેતાઓએ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ  આ તત્વોએ પથ્થર મારો કર્યો હતો.

28 વર્ષ બાદ આપેલા ચૂકાદાને કારણે, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રિય પ્રધાનો મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, ઉતર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ, સાધ્વી ઋતભંરા, વિનય કટીયાર, રામ જન્મભૂમિના ચંપતરાય સહીતના 32 આરોપીઓને નિર્દોષ ઠરાવ્યા છે. આ કેસ કુલ 49 આરોપીઓ સામે નોંધાયો હતો. જો કે 17 આરોપીઓના કેસ ચાલવા સમયે સમયાતરે મૃત્યુ થયુ હતું.

નિર્દોષ છુટેલા 32 આરોપીઓ કોણ કોણ છે
લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટીયાર, સાધ્વી ઋતભરા, મહંત નૃત્ય ગોપાલ દાસ, ડો. રામ વિલાસ વેંદાતી, ચંપત રાય, મહંત ધર્મદાસ, સતીશ પ્રધાન, પવન કુમાર પાંડે, લલ્લુસિંહ, પ્રકાશ શર્મા, વિજય બહાદુર સિંહ, સંતોષ દુબે, ગાંધી યાદવ, રામજી ગુપ્તા, બ્રિજભૂષણ શરણ સિંહ, કમલેશ ત્રિપાઠી, રામચંદ્ર ખત્રી, જય ભગવાન ગોયલ, ઓમ પ્રકાશ પાડે, અમરનાથ ગોયલ, જયભાનસિવ, મહારાજ સ્વામી સાક્ષી, વિનયકુમાર રાય, નવીન શુક્લા, આર એન શ્રીવાસ્તવ, આચાર્ય ધર્મેન્દ્ર દેવ, સુધીરકુમાર કક્કડ, ધર્મેન્દ્ર ગુર્જર.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેસ દરમિયાન મૃત્યુ પામેલ 17 વ્યક્તિ
બાબરી મસ્જિદ તોડી પાડવાના મામલે કુલ 49 આરોપીઓ સામે કેસ દાખલ કરાયો હતો. જે પૈકી 17 આરોપીઓ કેસ નોંધાયો હતો ત્યારથી ચુકાદા સુધીના 28 વર્ષના સમયગાળામાં મૃત્યુ પામ્યા હતા. કયા કયા આરોપીઓના મૃત્યુ થયા છે તેના પર કરીએ એક નજર.

અશોક સિંધલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુ હરી ડાલમિયા, મોરેશ્વાર સાવે, મહંત અવૈધનાથ, મહામંડલેશ્વર જગદીશ મુની મહારાજ, વૈકુઠલાલ શર્મા, પરમહસ રામચંદ્રદાસ, ડો. સતીશ નાગર, બાલાસાહેબ ઠાકરે, તત્કાલિન એસએસપી ડી બી રાય, રમેશ પ્રતાપસિંહ, મહાત્યાગી હરગોવિદ સિંહ, લક્ષ્મી નારાયણ દાસ, રામ નારાયણ દાસ, વિનોદ કુમાર બંસલ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:43 pm, Wed, 30 September 20

Next Article