તમામ રાજકીય પક્ષનો એક સૂર, આતંક-આકાઓને નેસ્તનાબૂદ કરવા અમે સરકારની સાથે

પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોના સ્મર્ણાથે સર્વપક્ષીય બેઠકમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તમામ રાજકીય પક્ષોએ, આતંકી હુમલા સામે વળતા ઘા તરીકે કેન્દ્ર સરકારના દરેક પગલાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને પાકિસ્તાની અધિકારીઓને ભારતમાંથી હાંકી કાઢવા સહિત પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. ભારતે સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ અપાયેલા વિઝા પણ રદ કર્યા છે.

તમામ રાજકીય પક્ષનો એક સૂર, આતંક-આકાઓને નેસ્તનાબૂદ કરવા અમે સરકારની સાથે
| Edited By: | Updated on: Apr 24, 2025 | 9:42 PM

પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં આજે 24 એપ્રિલને ગુરુવારે રાજધાની દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ ભારતીયોના સ્મર્ણાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે પહેલગામ આતંકી હુમલા અંગે ચર્ચા કરવા, સરકાર દ્વારા લેવાયેલા પગલાંની જાણકારી આપવા માટે સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સર્વપક્ષીય બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ હુમલા અંગે વિપક્ષના ઉપસ્થિત પદાધિકારીઓને જરૂરી માહિતી આપી હતી.

બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તમામ પક્ષોએ આતંકી ઘટનાની નિંદા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ સરકારના કોઈપણ પગલાનું સમર્થન કરશે. ટીએમસીના સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે સુરક્ષામાં ખામીઓ પર ચર્ચા કરવામાં આવી છે, તમામ પક્ષો આતંકવાદ સામે લડવામાં સરકારની સાથે છે.

સર્વપક્ષીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, “રક્ષા મંત્રીએ સીસીએસની બેઠકમાં પહેલગામમાં બનેલી ઘટના અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે જાણકારી આપી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. જેના કારણે દેશમાં દરેક વ્યક્તિ ચિંતિત છે, તેને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે પણ આજે વધુ કડક પગલાં લેવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે.”

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ, વિદેશ પ્રધાન એસ જયશંકર, કૉંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી અને અન્ય અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

આ ઉપરાંત રામ ગોપાલ યાદવ (SP), સુપ્રિયા સુલે (NCP-SP), શ્રીકાંત શિંદે (NCP), પ્રફુલ પટેલ (NCP), પ્રેમ ચંદ ગુપ્તા (RJD), તિરુચી સિવા (DMK), સસ્મિત પાત્રા (BJD), સંજય સિંહ (AAP), સુદીપ બંદોપાધ્યાય (TMC), મિથુન રેડ્ડી (BJP) અને એનઆરસી વાય (BJP) સભામાં પણ હાજર હતા.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.