અખિલેશ યાદવ અને આઝમખાને સાંસદ તરીકે આપ્યા રાજીનામા, હવે પ્રદેશમાં કરશે રાજનીતિ

|

Mar 22, 2022 | 2:59 PM

Uttar Pradesh: અખિલેશ યાદવ બાદ આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું, બંને જ રહેશે ધારાસભ્ય

અખિલેશ યાદવ અને આઝમખાને સાંસદ તરીકે આપ્યા રાજીનામા, હવે પ્રદેશમાં કરશે રાજનીતિ
Samajwadi Party chief Akhilesh Yadav ( file photo)

Follow us on

સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આજે લોકસભાના સભ્યપદેથી (Lok Sabha membership) રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં અખિલેશ યાદવ કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આજે એટલે કે મંગળવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં કરહાલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

અખિલેશ યાદવ 2019 માં આઝમગઢ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. અખિલેશ યાદવની સાથે આઝમ ખાને પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આઝમ ખાન રામપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિધાનસભા ચૂંટણીના પરિણામોથી જ ચર્ચા થઈ રહી હતી કે અખિલેશ યાદવ વિધાનસભા છોડી દેશે અથવા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ કરહાલ સીટ પરથી ધારાસભ્યપદ છોડી શકે છે, પરંતુ આજે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

અખિલેશે કેન્દ્રીય મંત્રીને હરાવ્યા

વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવે કરહાલ સીટ પર સરળતાથી જીત મેળવી હતી અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને હરાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પણ તેમના પ્રચારમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે, પરંતુ સપાએ 100 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે અને બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

અખિલેશે ભાજપ પર નિશાન સાધ્યું

અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધતા કહ્યું છે કે ‘ભાજપના શાસનમાં લોકશાહીની રક્ષાની આશા રાખવી એ દિવસે તારા શોધવા બરાબર છે.

આ પણ વાંચોઃ

Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે

આ પણ વાંચોઃ

Maharashtra : શિવસેનાના નેતા પર બળાત્કારનો આરોપ, ભાજપ અને NCPના નેતાઓ આવી ગયા સામ-સામે

Next Article