Panama Papers: ઈડી સમક્ષ હાજર થઈ ઐશ્વયા રાય બચ્ચન, જાણો શુ છે પનામા પેપર્સ કેસ ?
પનામા પેપર્સ લીક કેસમાં ભારતના લોકોના સંબંધમાં કુલ રૂ. 20,078 કરોડની જાહેર ના કરેલ સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પનામા પેપર્સ વર્ષ 2016માં લીક થયું હતું.
સોમવારે સવારે મીડિયામાં બે નામ અચાનક સામે આવ્યા. એક છે વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન ( Aishwarya Rai Bachchan) અને બીજુ નામ છે પનામા પેપર્સ (Panama paper case). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોટીસ બાદ, વિશ્વ સુંદરી અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ છે. પનામા પેપર્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. કરચોરી સાથે જોડાયેલા આ મામલામાં ઐશ્વર્યા રાય પાસેથી કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે. જેની યાદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) એ તૈયાર કરી દીધી છે. પનામા પેપર્સ (Panama Papers) મામલામાં અમિતાભ બચ્ચન સહિત અન્ય મોટા નામો પણ સામેલ છે. ચાલો જાણીએ શુ છે પનામા પેપર્સ.
પનામા પેપર્સ કેસમાં ઐશ્વર્યાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી નોટિસ મળી છે. ઐશ્વર્યા રાય બચ્ચનને દિલ્હીમાં ED સમક્ષ હાજર થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાને પૂછવામાં આવનાર પ્રશ્નોની યાદી તૈયાર થઈ ચૂકી છે. ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે 1.2 મિલિયનથી વધુ નવા દસ્તાવેજોની તપાસ કરી હતી. 1977 થી 2015 સુધી વિશ્વના 193 દેશો સાથે સંકળાયેલી હસ્તીઓના નામ તેમાં સામેલ હતા. ભારતના બચ્ચન પરિવારનું નામ પણ સામેલ હતું.
એપ્રિલ 2016માં બ્રિટનમાં પનામા સ્થિત લો ફર્મ મોસાક ફોન્સેકાના (Mossack Fonseca) 15 લાખ કરોડના ટેક્સ દસ્તાવેજો લીક થયા હતા. જર્મન અખબારએ પનામા પેપર્સ નામથી ડેટા બહાર પાડ્યો હતો. દુનિયાભરની જાણીતી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. જેમાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, અભિનેતાઓના નામ સામેલ હતા. આ યાદીમાં ભારતના લગભગ 500 લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ મામલો વર્ષ 2016માં સામે આવ્યો હતો પનામા પેપર્સ લીક કેસમાં ભારતના લોકોના સંબંધમાં કુલ રૂ. 20,078 કરોડની જાહેર ના કરેલ સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પનામા પેપર્સ વર્ષ 2016માં લીક થયું હતું. લાખો પાનાના આ ડિસ્ક્લોઝરમાં ટેક્સ ચોરીના મામલા સામે આવ્યા હતા. પનામા પેપર્સમાં મોટી હસ્તીઓના બિઝનેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમણે કથિત રીતે કરચોરી કરવા માટે નાની કંપનીઓ બનાવી હતી.
ટેક્સ હેવન દેશોમાં છુપાયેલું કાળું નાણું? મીડિયા રીપોર્ટ મુજબ, આ લોકોએ ટેક્સ હેવન (Tax haven) કહેવાતા દેશોમાં કાળું નાણું છુપાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પનામા પેપર્સ કેસમાં આ યાદીમાં અમિતાભ બચ્ચન સહિત અનેક ભારતીય સેલિબ્રિટીના નામ સામેલ છે. ઐશ્વર્યાને નોટિસ મળ્યા બાદ બચ્ચન પરિવારની ચિંતા વધી શકે છે. આ મામલામાં ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચનની પૂછપરછ થઈ ચૂકી છે. આ કેસમાં ઘણા મોટા લોકોના નામ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ