દિવ્યાંગ વ્યક્તિને વિમાનમાં બેસતા નહીં રોકી શકે Airlines, DGCAએ જાહેર કર્યાં નવા નિયમ

|

Jun 04, 2022 | 8:49 AM

DGCA દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં CAR સેક્સનમાં 3, સીરીઝ M, પાર્ટ I માં પરિવર્તન કરવામાં આવ્યું છે અને એરલાઇન્સને તાકીદ કરવામાં આવી છે કે તે દિવ્યાંગ વ્યક્તિને  ફ્લાઇટમાં બેસવાની ના  પાડી શકશે નહીં. 

દિવ્યાંગ વ્યક્તિને વિમાનમાં બેસતા નહીં રોકી શકે Airlines, DGCAએ જાહેર કર્યાં નવા નિયમ
File Image
Image Credit source: file photo

Follow us on

સિવિલ એવિએશન વિભાગ (Directorate General of Civil Aviation )દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને વિમાનમાં બેસાડવા માટે (Flight boarding) બોર્ડિંગના મુદ્દે નવા નિયમ જાહેર કર્યા છે. વાસ્તવમાં હાલમાં જ એક ઘટના બની હતી કે એક દિવ્યાંગ બાળકને ઈન્ડિગોના (Indigo Airlines) વિમાનમાં ચઢવાની પરવાનગી આપવામાં આવી નહોતી. DGCAએ યાત્રી સાથે આ પ્રકારના વ્યવહાર માટે ઈન્ડિગોને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઈન્ડિગોના આ વ્યવહારથી તેની ચારે તરફ ટીકા થઈ છે. હવે DGCA આવી ઘટનાઓને રોકવા નવા નિયમ જાહેર કર્યા છે. આ નિયમ પ્રમાણે એરલાઈન્સ દિવ્યાંગ વ્યક્તિના બોર્ડિંગની ના પાડી શકશે નહીં. કારણ કે આમ કરવું ગેરકાયદેસર છે.

Directorate General of Civil Aviationના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે એરલાઈન્સ એવા લોકો સાથે દુર્વ્યાવહાર ન કરે જેમને વધારે સંભાળની જરૂર છે. વાસ્તવમાં 2017માં જાહેર કરવામાં આવેલા નાગરિક ઉડ્ડયન આવશ્યકતા નિયમો પ્રમામે જો કોઈ યાત્રી ખરાબ વ્યવહાર કરે છે અથવા તો ફ્લાઈંગ સર્વિસમાં વિક્ષેપ પાડે છે તો તેને વિમાનમાંથી ઉતારી શકાય છે.

શું છે નવા નિયમો?

ડીજીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે CARના સેક્શન 3, સીરીઝ M, પાર્ટ 1માં પરિવર્તનની વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઈન્સ વિકલાંગતાના આધારે કોઈ વ્યક્તિને વિમાનમાં યાત્રા કરતા રોકી શકે નહીં. જો કોઈ એરલાઈન્સને એવું લાગે છે કે કોઈ મુસાફરનું સ્વાસ્થ્ય હવાઈ મુસાફરી દરમિયાન બગડે તો તેની ડોકટરી તપાસ કરાવડાવવી અને જો ડોક્ટર કહે તે યાત્રી હવાઈ મુસાફરી કરી શકે છે તો આ સૂચના બાદ એલાઈન્સ યોગ્ય પગલું લેશે. પરંતુ કોઈ મુશ્કેલી ન હોય તો એરલાઇન્સ યાત્રા કરવાની ના પાડી શકે નહીં.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શું હતી ઘટના?

વાસ્તવમાં 7મી મેના રોજ હૈદરાબાદમાં ઈન્ડિગોમાં એક દિવ્યાંગ બાળકને  વિમાનમાં ચઢવાની પરવાનગી આપવામાં નહોતી. કારણ કે તે ગભરાયેલો હતો. આથી બાળકને વિમાનમાં ચઢવા દેવામાં આવ્યો નહોતો સ્વાભાવિક છે કે  તે બાળકને રોકવાને પગલે તેના માતા પિતા પણ ફ્લાઈટમાં ગયા ન હતા. આ અંગે ડીજીસીએને માહિતી મળતા તેમણે ઈન્ડિગોને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ડીજીસીએ કહ્યું કે દિવ્યાંગ બાળક સાથે ઈન્ડિગોના કર્મચારીઓનું વર્તન પણ સારું નહોતું.

Published On - 8:11 am, Sat, 4 June 22

Next Article