એર સ્ટ્રાઈક પછી ઇમરાન ખાન થયા લાલઘુમ, પાકિસ્તાનની જનતા અને સેના તમામ કાર્યવાહી માટે તૈયાર છે

|

Feb 26, 2019 | 12:33 PM

પુલાવામાં હુમલા પછી ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો છે. જેના કારણ પાકિસ્તાનમાં સ્થિતિ ફફડી રહી છે. ભારત તરફથી આ નોન મિલિટરી એક્શન બાદ નેશનલ સિક્યોરિટ કમિટીની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર હુમલામાં થયેલા નુકશાનના અહેવાલો ફગાવી દીધા છે. ઇમરાન ખાને […]

એર સ્ટ્રાઈક પછી ઇમરાન ખાન થયા લાલઘુમ, પાકિસ્તાનની જનતા અને સેના તમામ કાર્યવાહી માટે તૈયાર છે

Follow us on

પુલાવામાં હુમલા પછી ભારત તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો છે. જેના કારણ પાકિસ્તાનમાં સ્થિતિ ફફડી રહી છે. ભારત તરફથી આ નોન મિલિટરી એક્શન બાદ નેશનલ સિક્યોરિટ કમિટીની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર હુમલામાં થયેલા નુકશાનના અહેવાલો ફગાવી દીધા છે.

ઇમરાન ખાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારતે બિનજરૂરી રીતે આક્રમકતા દાખવી છે, જેનો પાકિસ્તાન યોગ્ય સમય અને સ્થળે જવાબ આપશે. પાકિસ્તાનના નેશનલ સિક્યોરિટી કમીટીની સ્પેશિયલ બેઠકની જાણકારી આપતા વિદેશ મંત્રી શાહ મહસૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ આ હુમલા થયા છે તેની તસવીર દુનિયાની સામે છે. વિદેશી અને પાકિસ્તાની મીડિયાને આ સ્થળની મુલાકાત કરાવવામાં આવશે જ્યાં નુકશાન થયાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી કરીને ભારતનો કથિત પ્રોપેગોન્ડાને ખુલ્લો પાડી શકાય.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇકમાં માર્યો ગયેલો યૂસુફ અઝહર કોણ છે, જેના કારણે મસુદ અઝહરને ભારતે છોડવો પડ્યો હતો ?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ ઉપરાંત પાક. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતમાં મહેબુબા મુફ્તી દાવો કરી રહ્યાં છે કે, આ દાવાઓનીપુષ્ટિ થવી જોઈએ. ઈમરાન ખાને આ બેઠકમાં સુરક્ષાબળો અને પાકિસ્તાનની જનતાને કોઈ પણ પ્રકારની સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાથે જ ઇમરાન ખાને 27 ફેબ્રુઆરીએ નેશનલ કમાંડ ઓથોરિટીની બેઠક બોલવવામાં આવી છે.

TV9 Gujarati

 

અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટી જ પાકિસ્તાનના પરમાણું હથિયારોની દેખરેખ રાખે છે. સાથે જ પાકિસ્તાન સરકારે બંને સદનોનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે. જેના પર પાકિસ્તાન તરફથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પાકિસ્તાન તરફથી પુલવામાં હુમલાનો જવાબ આપ્યો હતો. જેના અંગે માહિતી આપતાં વિદેશ સચિવ વિજય ગોખલેએ વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક અંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકૂ વિમાનોએ પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકીઓનો જે સૌથી મોટા આતંકી કૅમ્પને તબાહ કર્યો, તે જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરનો સાળો મૌલાના યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘૌરી ચલાવી રહ્યો હતો.

[yop_poll id=1831]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article