Air Forceના નવા ચીફ તરીકે V R ચૌધરીની નિયુક્તિ, આ તારીખથી સંભાળશે પદભાર

|

Sep 22, 2021 | 7:48 AM

વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેનાના 27 મા ચીફ બનશે. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે

Air Forceના નવા ચીફ તરીકે V R ચૌધરીની નિયુક્તિ, આ તારીખથી સંભાળશે પદભાર
Air marshal VR Chaudhari

Follow us on

એર માર્શલ વિવેક રામ ચૌધરી (V R Chaudhri) ભારતીય વાયુસેના (Indian Air Force) ના નવા ચીફ બનવા જઈ રહ્યા છે. 30 સપ્ટેમ્બરના રોજ, આઉટગોઇંગ એરફોર્સ ચીફ આર.કે.એસ ભદૌરિયા નિવૃત્ત થયા બાદ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયે વિવેક રામ ચૌધરીને એર સ્ટાફના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. જણાવી દઈએ કે એર માર્શલ વિવેક રામ ચૌધરી હાલમાં ભારતીય વાયુસેનાના ઉપ-પ્રમુખ છે.

નવા વાયુસેના પ્રમુખ ટૂંક સમયમાં જ કાર્યભાર સંભાળશે
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “સરકારે એર સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપતા એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર સ્ટાફના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ 30 સપ્ટેમ્બરે ભારતીય વાયુસેનાના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે.

આપને જણાવી દઈએ કે એર માર્શલ વિવેક રામ ચૌધરી 29 ડિસેમ્બર 1982 ના રોજ ભારતીય વાયુસેનાની યુદ્ધક શાખામાં (Combat Branch Of Indian Air Force) જોડાયા હતા. વિવેક રામ ચૌધરી NDAના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ચૌધરીએ સંરક્ષણ સેવા સ્ટાફ કોલેજમાંથી સ્નાતક થયા છે. તેઓ 1 માર્ચ 2021 ના ​​રોજ એર માર્શલ હરજીત સિંહ અરોરાની જગ્યાએ 45મા વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ બન્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

વિવેક રામ ચૌધરી ભારતીય વાયુસેનાના 27 મા ચીફ બનશે. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પણ રહી ચૂક્યા છે.

નોંધનીય છે કે એર માર્શલ વિવેક રામ ચૌધરીની ગણતરી કડક અધિકારીઓમાં થાય છે. તેમને 2004 માં વાયુ સેના મેડલ, 2015 માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને 2021 માં પરમ વિશિષ્ઠ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Covid-19: છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26 લોકો થયા સંક્રમિત, 6 વિદ્યાર્થી પોઝિટિવ થવાથી બે સ્કૂલ બંધ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો કિંમતમાં કોઈ ફેરફાર થયો કે નહિ?

 

Next Article