એર ઈન્ડિયાને એક વર્ષમાં એટલુ નુકસાન કે એક નવી એરલાઈન્સ શરૂ થઈ જાય!

એર ઈન્ડિયા એરલાઈન્સને નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયુ છે. એર ઈન્ડિયા પહેલેથી જ લાંબા સમયથી પૈસાના કારણે ઝઝુમી રહી છે અને દેવાના બોજ નીચે દબાયેલી છે. વધારે ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસને લઈને કંપનીને મોટુ નુકસાન થયુ છે. એર ઈન્ડિયાને એક વર્ષમાં જેટલુ નુકસાન થયુ છે, તેટલા પૈસામાં એક નવી […]

એર ઈન્ડિયાને એક વર્ષમાં એટલુ નુકસાન કે એક નવી એરલાઈન્સ શરૂ થઈ જાય!
Follow Us:
| Updated on: Sep 16, 2019 | 4:24 AM

એર ઈન્ડિયા એરલાઈન્સને નાણાકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયુ છે. એર ઈન્ડિયા પહેલેથી જ લાંબા સમયથી પૈસાના કારણે ઝઝુમી રહી છે અને દેવાના બોજ નીચે દબાયેલી છે. વધારે ઓપરેટિંગ કોસ્ટ અને ફોરેન એક્સચેન્જ લોસને લઈને કંપનીને મોટુ નુકસાન થયુ છે. એર ઈન્ડિયાને એક વર્ષમાં જેટલુ નુકસાન થયુ છે, તેટલા પૈસામાં એક નવી એરલાઈન્સ શરૂ કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં સફળતાથી ચાલી રહેલી એરલાઈન્સ સ્પાઈસજેટની માર્કેટ કેપિટલ લગભગ 7892 કરોડ રૂપિયા જ છે. એટલે કે 8000 કરોડ રૂપિયાથી ઓછી મુડીમાં જ આ એરલાઈન્સની ખરીદી કરવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2018-19માં એર ઈન્ડિયાની કુલ આવક 26,400 કરોડ રૂપિયા રહી, આ દરમિયાન કંપનીને 4,600 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ લોસ સહન કરવુ પડ્યુ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્રુડ ઓઈલના વધતા ભાવ અને પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યા પછી કંપનીને રોજ 3થી4 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવુ પડી રહ્યું છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જૂનના ત્રીમાસિકમાં માત્ર પાકિસ્તાની એરસ્પેસ બંધ રહેવાને કારણે એર ઈન્ડિયાને 175થી 200 કરોડ રૂપિયાનું ઓપરેટિંગ લોસ થયું છે.

સરકારી આંકડાઓ મુજબ 2 જુલાઈ સુધી એર ઈન્ડિયાને પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાને લીધે 491 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને 1 ફેબ્રુઆરીએ બાલાકોટ સ્ટ્રાઈક પછી પોતાનું એરસ્પેસ બંધ કરી દીધુ હતું. તેને જુલાઈમાં ખોલ્યુ હતું. ત્યારબાદ કાશ્મીરથી જોડાયેલી કલમ 370ને ભારત સરકારે નાબૂદ કર્યા પછી ઉભી થયેલી પરિસ્થિતીમાં પાકિસ્તાને ફરી ઓગસ્ટ મહિનામાં પોતાનું એરસ્પેસ બંધ કરી દીધુ. આ દરમિયાન ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટને 30.73 કરોડ રૂપિયા, ઈન્ડિગોને 25.1 કરોડ રૂપિયા અને ગો-એર 2.1 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે અધિકારીઓને વિશ્વાસ છે કે નાણાકીય વર્ષ 2019-20ના અંત સુધીમાં દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા ફરીથી નફામાં આવી જશે. તેમનું કહેવું છે કે જો ઈંધણની કિંમતો હવે ના વધે અને વિદેશી મુદ્રામાં વધારે ઉતાર-ચઢાવ ના આવે તો એર ઈન્ડિયાને આ વર્ષે 700થી 800 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ પ્રોફિટ થઈ શકે છે. એર ઈન્ડિયા હાલમાં 41 આંતરરાષ્ટ્રીય અને 72 ડોમેસ્ટિક ઉડાનોનું સંચાલન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એર ઈન્ડિયા છેલ્લા ઘણા વર્ષથી મોટા દેવાનો સામનો કરી રહી છે અને દેવામાં ડૂબેલી છે. એર ઈન્ડિયા પર કુલ 58,000 કરોડ રૂપિયાનું દેવુ છે અને તેને ચૂકવવા માટે એરલાઈન્સને વર્ષે 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એરલાઈન્સને સુધારવા માટે ઘણા પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
g clip-path="url(#clip0_868_265)">