એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

|

Jan 27, 2020 | 6:42 AM

એર ઈન્ડિયાને આર્થિક સંકટથી બહાર લાવવાના પ્રયત્નો સફળ ન રહ્યા, હવે સરકારે આ સરકારી કંપનીને ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી 17 માર્ચ સુધી ખરીદદારો તરફથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) મગાવવામાં આવ્યા છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બંનેના 100 ટકા શેર સરકારની પાસે છે. ત્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ પગલાને ‘રાષ્ટ્રવિરોધી’ […]

એર ઈન્ડિયા વેચવાની વિરૂદ્ધ સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું કે દેશ વિરોધી સોદો, કોર્ટના દરવાજા ખખડાવીશ

Follow us on

એર ઈન્ડિયાને આર્થિક સંકટથી બહાર લાવવાના પ્રયત્નો સફળ ન રહ્યા, હવે સરકારે આ સરકારી કંપનીને ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી 17 માર્ચ સુધી ખરીદદારો તરફથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) મગાવવામાં આવ્યા છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બંનેના 100 ટકા શેર સરકારની પાસે છે. ત્યારે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ પગલાને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું છે. તેમને કહ્યું કે તે કોર્ટ જવા માટે મજબૂર થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ સરકારના આ નિર્ણયની આલોચના કરી છે. તેમને કહ્યું કે જ્યારે સરકારની પાસે પૈસા નથી હોતા તો તે આ કામ કરે છે. ભારત સરકારની પાસે પૈસા નથી. ગ્રોથ 5 ટકાથી ઓછો છે, સરકાર આપણી બહુમુલ્ય સંપતિઓ વેચી દેશે.

દેવામાં ડૂબી છે એર ઈન્ડિયા

એર ઈન્ડિયા પર હાલમાં લગભગ 80 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2018-19માં એર ઈન્ડિયાની ચોખ્ખી ખોટ 8556.35 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. આ મહિનાની શરૂઆતમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GOM)એ એર ઈન્ડિયાના ખાનગીકરણ કરવાવાળા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારનું કહેવું છે કે તે નાણાકીય વર્ષ 2011-12થી આ વર્ષ ડિસેમ્બર મહિના સુધી એર ઈન્ડિયામાં 30,520.21 કરોડ રૂપિયા રોકાણ કરી ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ગયા વર્ષે કોઈ ખરીદી નહીં

આ પહેલા મોદી સરકારે મે 2018માં તેમની 76 ટકા ભાગીદારી વેચવા માટે EOI મગાવ્યા હતા પણ બોલીના પ્રથમ ચરણમાં એક પણ ખાનગી પાર્ટીએ રસ બતાવ્યો ન હતો. ભારત સરકારે એર ઈન્ડિયાની હાલત સુધારવા માટે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અશ્વિની લોહાનીને તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તે પણ આ નુકસાનથી બહાર ના લાવી શક્યા. આ પહેલા ઓગસ્ટ 2017થી સપ્ટેમ્બર 2017ની વચ્ચે એર ઈન્ડિયા ચીફ રહેલા લોહાનીએ એર લાઈનને ફાયદો કરાવ્યો હતો, ત્યારબાદ તેમને રેલવે બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article