અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેન મોડી પડી, દરેક મુસાફરને મળશે આટલું વળતર

|

Jan 23, 2020 | 8:57 AM

શહેરના રેલવે નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી થવા પર મુસાફરો વળતરને પાત્ર છે. અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 મુસાફરોને ટ્રેન લેટ થવાના કારણે 80 મિનિટ મોડી પહોંચી. તેને લઈ મુસાફરો વળતર માટે હકદાર છે. ટ્રેનની શ્રેણીમાં તેજસ એક્સપ્રેસ એકમાત્ર એવી ટ્રેન છે, જે પોતાના મુસાફરોને ટ્રેન મોડી થવા પર વળતર આપે છે.   Web […]

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેન મોડી પડી, દરેક મુસાફરને મળશે આટલું વળતર

Follow us on

શહેરના રેલવે નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી થવા પર મુસાફરો વળતરને પાત્ર છે. અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 મુસાફરોને ટ્રેન લેટ થવાના કારણે 80 મિનિટ મોડી પહોંચી. તેને લઈ મુસાફરો વળતર માટે હકદાર છે. ટ્રેનની શ્રેણીમાં તેજસ એક્સપ્રેસ એકમાત્ર એવી ટ્રેન છે, જે પોતાના મુસાફરોને ટ્રેન મોડી થવા પર વળતર આપે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો ટ્રેન એક કલાકથી વધારે મોડી હોય છે તો 100 રૂપિયા વળતર આપવામાં આવે છે. જ્યારે ટ્રેન 2 કલાક મોડી થવા 250 રૂપિયા વળતર આપવામાં આવે છે. આ બીજી વખત તેજસ એક્સપ્રેસ મુસાફરોને વળતર આપી રહી છે. વર્ષ 2019ના ઓક્ટોબર મહીનામાં દિલ્હી-લખનઉં તેજસ એક્સપ્રેસના 950 મુસાફરોને 3 કલાક મોડી ટ્રેન થવા પર 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ કારણે ટ્રેન મોડી પડી

અમદાવાદ-મુંબઈ ટ્રેન મીરા રોડથી ભાયંદરની વચ્ચે બપોરે 12.38 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ઓવર હેડ ઉપકરણોમાં ટેક્નીકલ સમસ્યાના કારણે વેસ્ટર્ન રેલવે સર્વિસ પ્રભાવિત થઈ. તેની અસર તેજસ સહિત ચાર લાંબી મુસાફરીવાળી ટ્રેનો પર પડી. IRCTC પબ્લિક રિલેશન ઓફિસરના કહેવા મુજબ ઓવર હેડ ઈલેક્ટ્રિક વાયરના કારણે ટ્રેન મોડી પડી. મુસાફરો 100 રૂપિયા વળતરના હકદાર છે, કારણ કે ટ્રેન મોડી ચાલી રહી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુસાફરો આ રીતે મેળવી શકે છે વળતર

મુસાફર દાવો કરી તેમના પૈસા મેળવી શકે છે. IRCTC મુજબ 630 મુસાફર વળતરના હક્કદાર છે. મુસાફર 1800-266-8844 પર કોલ કરી શકે છે અથવા irctcclaim@libertyinsurance.in પર ઈ-મેઈલ કરી શકે છે. તેમને PNR નંબરની સાથે ઈન્શ્યોરન્સ નંબર અને એક કેન્સલ ચેક લગાવવો પડશે. આ તમામ જાણકારીઓ આપ્યા પછી દાવા પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article