Ahmedabad: ચૂંટણી બાદ Coronaના કેસોમાં વધારો, સિવિલમાં 300 બેડની સુવિધા ઉભી કરાઇ

|

Feb 27, 2021 | 9:08 AM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી કોરોનાના (Corona) કેસોમાં વધારો નોંધાવા લાગ્યો છે. લોકોની બેદરકારી અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની...

Ahmedabad: ચૂંટણી બાદ Coronaના કેસોમાં વધારો, સિવિલમાં 300 બેડની સુવિધા ઉભી કરાઇ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી કોરોનાના (Corona) કેસોમાં વધારો નોંધાવા લાગ્યો છે. લોકોની બેદરકારી અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને પરિણામ સમયે ભેગા થયેલા ટોળા હવે ભારે પડી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી 70થી વધુ કોરોનાના કેસ નોંધાય રહ્યા છે જે ચિંતાનો વિષય બન્યો છે. હાલત એ થઇ ગઇ છે કે સિવિલ હોસ્પિટલમાં બેડ વધારવા પડ્યા છે. O બ્લોકમાં 200 બેડ કાર્યરત હતા જેની સાથે A1, A2, A3, A4 અને A5 વિભાગના મળી અન્ય 300 બેડ તૈયાર કરાયા છે અને હાલમાં સિવિલમાં કુલ 500 બેડની સુવિધા ઉભી કરાઇ છે.

તમને જણાવી દઇએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે જણાવ્યુ છે કે શહેરમાં કેટલાક દિવસોથી લોકો બહાર નીકળી રહ્યા છે જેને લઇને કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ દરેક લોકોને નિયમનું પાલન કરી સાવચેત રહેવા માટે પણ તેમણે અપીલ કરી છે.

તારીખ પ્રમાણે દાખલ દર્દીઓના આંકડા 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

20 તારીખ – 30 દર્દી

21 તારીખ – 40 દર્દી

22 તારીખ – 50 દર્દી

23 તારીખ – 56 દર્દી

24 તારીખ – 65 દર્દી

25 તારીખ – 46 દર્દી

26 તારીખ – 41 દર્દી

SVP હોસ્પિટલમાં ગત રોજ એક સાથે 30 દર્દીઓ દાખલ થતાં તંત્રની ચિંતા વધી ગઇ છે. ગત રોજ નવા જાહેર કરાયેલા 5 માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન સાથે કુલ આંકડો 16 પર પહોંચી ગયો છે. કેસ વધતા અને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન વધતા AMCના આરોગ્ય વિભાગ દ્વારા માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સઘન તપાસ અને સર્વે શરૂ કરાયો છે. સાથે જ શહેરમાં 16થી વધુ સ્થળ પર કોરોના ટેસ્ટિંગ ડોમ ઉભા કરાઈ રહ્યા છે.

Published On - 3:55 pm, Fri, 26 February 21

Next Article