WHO ના EUL માં સમાવેશ કર્યા પછી, 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા

|

Nov 09, 2021 | 5:21 PM

WHOએ અત્યાર સુધીમાં EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં 8 રસીઓનો સમાવેશ કર્યો છે. આમાંથી 2 ભારતીય રસી - Covaxin અને Covishield મેળવીને ખુશ છીએ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી

WHO ના EUL માં સમાવેશ કર્યા પછી, 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandiviya

Follow us on

Emergency User List: WHO દ્વારા ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે WHOએ અત્યાર સુધીમાં EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં 8 રસીઓનો સમાવેશ કર્યો છે. આમાંથી 2 ભારતીય રસી – Covaxin અને Covishield મેળવીને ખુશ છીએ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે. 

તેમણે વધુમાં કહ્યું, “અત્યાર સુધીમાં દેશમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ‘હર ઘર દસ્તક’ હેઠળ, આરોગ્ય કર્મચારીઓ રસીકરણ અભિયાન હાથ ધરવા માટે તમામ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે. 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. તમે CoWIN એપ્લિકેશન દ્વારા સૂચિ તપાસી શકો છો.” 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

થોડા સમય પહેલા મનસુખ માંડવિયાએ એવા જિલ્લાઓમાં ‘હર ઘર દસ્તક’ નામની ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો જ્યાં કોરોના રસીકરણને લઈને નબળી કામગીરી થઈ છે.

Published On - 5:19 pm, Tue, 9 November 21

Next Article