સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દેશમાં ઓક્સિજન ટેન્કર્સનો રોક્યા વગર જવા દેવામાં આવે’

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસોની વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજનના સપ્લાયની જરૂરિયાતો અને ઉપલબ્ધતાને લઈ સમીક્ષા કરી.

  • Kunjan Shukal
  • Published On - 17:23 PM, 16 Apr 2021
સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું 'દેશમાં ઓક્સિજન ટેન્કર્સનો રોક્યા વગર જવા દેવામાં આવે'
PM Modi (File Image)

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસોની વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશમાં ઓક્સિજનના સપ્લાયની જરૂરિયાતો અને ઉપલબ્ધતાને લઈ સમીક્ષા કરી. PMOએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે દેશના 12 સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં ઓક્સિજન સપ્લાયની હાલની સ્થિતિ અને આગામી 15 દિવસમાં આ રાજ્યોમાં જરૂરિયાતોને લઈ વિભિન્ન મંત્રાલયો અને અધિકારીઓ પાસેથી જાણકારી લીધી. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છતીસગઠ, કર્ણાટક, કેરલ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સામેલ છે. આ રાજ્યોમાં જિલ્લા સ્તર પર સ્થિતિની જાણકારી વડાપ્રધાનને આપવામાં આવી છે.

 

 

PMO મુજબ કહેવામાં આવ્યું કે વડાપ્રધાને સમીક્ષા દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય સહિત સ્ટીલ, ઉદ્યોગ સંવર્ધન વિભાગો પાસેથી ઈનપુટ લીધા. તેમને કહ્યું રાજ્ય સરકારો અને તમામ મંત્રાલયોને એકસાથે કામ કરવાની જરૂરિયાત છે. નિવેદન મુજબ વડાપ્રધાને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે સતત સંપર્કમાં છે. 20, 25 અને 30 એપ્રિલ સુધી ઓક્સિજનની અંદાજિત માંગના હિસાબથી 4,880 મેટ્રિક ટન, 5,619 મેટ્રિક ટન અને 6,593 મેટ્રિક ટન રાજ્યોને ફાળવવામાં આવી છે.

 

નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાનને વધતી માંગને પૂરી કરવા માટે દેશની ઉત્પાદન ક્ષમતા વિશે જણાવવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ તમામ પ્લાન્ટની ક્ષમતા મુજબ ઓક્સિજન ઉત્પાદન વધારવા માટે સલાહ આપી છે. તે પણ કહેવામાં આવ્યું કે સ્ટીલ પ્લાન્ટમાં ઓક્સિજન સપ્લાયના સરપ્લસ સ્ટોકને મેડિકલ ઉપયોગ માટે શેર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાને અધિકારીઓને આગ્રહ કર્યો કે સમગ્ર દેશમાં ઓક્સિજન ટેન્કરોને કોઈ રોક ટોક વગર આવવા જવાની સુવિદ્યા સુનિશ્ચિત કરવામાં આવે.

 

 

સરકારે ઓક્સિજન સપ્લાય માટે ઓક્સિજન ટેન્કરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં પહોંચાડવા માટે રજીસ્ટ્રેશન વગર પણ અનુમતિ આપી છે. તે સિવાય ઓક્સિજન ભરનારા પ્લાન્ટને પણ જરૂરી સુરક્ષા ઉપાયોની સાથે 24 કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવશે. સરકાર ઈન્ડસ્ટ્રીયલ સિલિન્ડરને પણ સાફ કર્યા બાદ ઓક્સિજનના ઉપયોગ માટે પરવાનગી આપી દીધી છે. તે સિવાય ટેન્કરની કમી થવા પર નાઈટ્રોજન અને આર્ગન ટેન્કરોનો ઉપયોગ ઓક્સિજન ટેન્કર માટે કરી શકાશે. અધિકારીઓએ વડાપ્રધાન મોદીને ઓક્સિજનની આયાતના પ્રયત્નો વિશે પણ જાણકારી આપી.

 

આ પણ વાંચો: Indore : ઇન્દોરમાં નકલી Remdesivir નું રૂ.20 લાખનું મોટું કૌભાંડ ઝડપાયું, એક શખ્સની ધરપકડ