રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ બાદ, EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પાડ્યા દરોડા

|

Aug 02, 2022 | 12:41 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ED દ્વારા નેશનલ હેરાલ્ડની કચેરીમાંથી મની લોન્ડરિંગ સંદર્ભે ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે.

રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ બાદ, EDએ નેશનલ હેરાલ્ડની ઓફિસ પર પાડ્યા દરોડા
National Herald Office

Follow us on

મની લોન્ડરિંગ (Money laundering) કેસની તપાસ કરી રહેલી EDએ હવે કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્ડ (National Herald)ની ઓફિસ પર દરોડા પાડ્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ બાદ EDએ આ નવી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate – ED)એ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ED દ્વારા નેશનલ હેરાલ્ડની કચેરીમાંથી મની લોન્ડરિંગ સંદર્ભે ઓફિસમાં તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તે પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

દિલ્લીમાં ઘણી જગ્યાઓ પર દરોડા ઉપરાંત કોલકાતા અને અન્ય ઘણા શહેરોમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પૂછપરછ બાદ EDને લાગ્યું કે આ કેસમાં દરોડા પાડવાની જરૂર છે. EDનું કહેવું છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ આ સમગ્ર કેસમાં દિવંગત નેતા મોતીલાલ વોરાનું નામ લીધું હતું. આ સિવાય ઘણા ટ્રાન્ઝેક્શનની વાત થઈ હતી, જેની માહિતી એકત્ર કરવા માટે દસ્તાવેજોની ચકાસણી કરવાની જરૂર છે. આ સિવાય નેશનલ હેરાલ્ડની ઓફિસનો ઉપયોગ કેમ થાય છે તેની પણ તપાસ કરવામાં આવશે.

મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી EDએ હવે કોંગ્રેસ સમર્થિત અખબાર નેશનલ હેરાલ્ડની ઓફિસ પર દરોડા પાડ્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ બાદ EDએ આ નવી કાર્યવાહી કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આજે નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 10 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. 21 અને 26 જુલાઈના રોજ ED દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. તે પહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પણ સતત કેટલાય દિવસો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે એજન્સી દ્વારા આ નવી કાર્યવાહી કરવામાં આવી છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Published On - 12:14 pm, Tue, 2 August 22

Next Article