કોરોનાનો હાહાકાર ! એક જ દિવસમાં 529 નવા કેસ નોંધાયા, આ રાજ્યમાં માસ્ક બાદ હવે 7 દિવસનું આઈસોલેશન ફરજિયાત
રાજ્ય સરકાર વધી રહેલા કોરોનાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. માહિતી આપતાં રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે જે લોકો ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને એક અઠવાડિયા સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. તેમણે જણાવ્યું કે હાલમાં રાજ્યની અંદર 36 લોકોમાં JN.1 વેરિઅન્ટ મળી આવ્યો છે.
કોરોના વાયરસે શિયાળો આવતા જ ફરી અનેક રાજ્યમાં પગ પેસારો કર્યો છે. તેના કેસ સતત વધી રહ્યા છે. કોરોના JN.1 ના નવા પ્રકારે લોકોમાં ચિંતા વધારી દીધી છે. દેશના ઘણા રાજ્યોમાં કોવિડના દર્દીઓ સતત વધી રહ્યા છે. ત્યારે કેરળ બાદ હવે દક્ષિણ ભારતના અન્ય રાજ્ય કર્ણાટકમાં પણ કોરોના ફેલાવા લાગ્યો છે. જેના કારણે રાજ્ય સરકારની ચિંતા વધી છે. ત્યારે હવે રાજ્ય સરકારે વધતા જતા કેસને લઈને કેટલાક નિયંત્રણો મુક્યા છે.
36 લોકોમાં મળ્યો JN.1 વેરિઅન્ટ
રાજ્ય સરકાર વધી રહેલા કોરોનાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. માહિતી આપતાં રાજ્યના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે જણાવ્યું હતું કે જે લોકો ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે તેમને એક અઠવાડિયા સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. તેમણે જણાવ્યું કે હાલમાં રાજ્યની અંદર 36 લોકોમાં JN.1 વેરિઅન્ટ અસર જોવા મળી છે
રાજ્ય સરકારે મુક્યા નિયંત્રણ
કોરોનાના સક્રિય કેસ વધીને 436 થઈ ગયા છે. જેમાંથી જેઓ પોઝિટિવ આવ્યા છે તેઓને ઘરે આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આરોગ્ય વિભાગ કોરોના ચેપના વધતા જતા કેસ પર નજર રાખી રહ્યું છે. ચેપગ્રસ્ત લોકોએ એક અઠવાડિયા સુધી ઘરમાં રહેવું પડશે. તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત લોકોને તેમની ઓફિસમાંથી રજા આપવાના પણ આદેશ આપવામાં આવ્યા છે જેથી તેઓ ઘરે રહી શકે અને ચેપ બીજા કોઈને ન ફેલાય.
મંત્રીની લોકોને માસ્ક પહેરવાની અપીલ
આરોગ્ય મંત્રીએ કહ્યું કે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીએ લોકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.
સમગ્ર દેશમાં 529 નવા કેસ નોંધાયા
કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે ભારતમાં માત્ર એક જ દિવસમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ચેપના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,093 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં JN.1 કોવિડ વેરિઅન્ટના કુલ 109 કેસ નોંધાયા છે.