AIIMSમાંથી ડિસ્ચાર્જ થયા બાદ લાલુ પ્રસાદે કહ્યું, અમે નથી ઈચ્છતા કે નીતિશ-તેજશ્વી રાજકારણમાં સાથે આવે

|

May 04, 2022 | 8:52 PM

ચારા કૌભાંડના કેસમાં દોષિત લાલુ પ્રસાદને AIIMSમાંથી રજા આપવામાં આવી છે. RJD સુપ્રીમોને 22 એપ્રિલે ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ પછી પણ તેઓ એમ્સમાં તેમની સારવાર કરાવી રહ્યા હતા. બુધવારે ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.

AIIMSમાંથી ડિસ્ચાર્જ થયા બાદ લાલુ પ્રસાદે કહ્યું, અમે નથી ઈચ્છતા કે નીતિશ-તેજશ્વી રાજકારણમાં સાથે આવે
Lalu Prasad yadav

Follow us on

લાલુ પ્રસાદને AIIMSમાંથી રજા આપવામાં આવી છે. ઘાસચારા કૌભાંડના ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ ગેરકાયદે ઉપાડવાના કેસમાં દોષિત લાલુ પ્રસાદને (Lalu Prasad) 22 એપ્રિલે ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ પછી પણ તબિયત ખરાબ હોવાને કારણે તેઓ એઈમ્સમાં જ સારવાર લઈ રહ્યા હતા. બુધવારે તેમને ડોક્ટરોએ રજા આપી હતી, ત્યારબાદ તેઓ તેમની મોટી પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતીના ઘરે ગયા હતા. એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયા બાદ લાલુ પ્રસાદે કહ્યું કે, હું હવે ઠીક છું, મને ડોક્ટરોની દેખરેખમાં રજા આપવામાં આવી છે અને એક અઠવાડિયા પછી ડોક્ટરોએ ફરીથી બોલાવ્યા છે. એઈમ્સમાંથી બહાર આવ્યા બાદ લાલુ પ્રસાદે કહ્યું કે, આ ખુશીની વાત છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયા. બંને ઈફ્તાર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ અમે નથી ઈચ્છતા કે બંને જણ રાજકારણમાં સાથે આવે.

લાલુએ પીકે પર પણ કર્યો કટાક્ષ

નીતિશ કુમાર સાથે ગુપ્ત ડીલ અંગે તેજ પ્રતાપ યાદવના નિવેદન પર લાલુ પ્રસાદે કહ્યું કે, તેજ પ્રતાપ અમારા પુત્ર છે અને અમે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છીએ. આગળ શું કરવું તે અમે નક્કી કરીશું. તો જ્યારે લાલુ પ્રસાદે જાતિ ગણતરી પર તેજસ્વી યાદવના નિવેદનનું સમર્થન કર્યું અને કહ્યું કે તેજસ્વી યાદવે સાચું કહ્યું છે કે, જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ. વાસ્તવમાં, તેજસ્વી યાદવે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, જો બિહારમાં જાતિ ગણતરી કરવામાં નહીં આવે તો તેઓ બિહારમાં કોઈ પણ વસ્તી ગણતરી કરવા દેશે નહીં. બીજી તરફ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં રાજકીય પ્રવેશ પર કહ્યું કે, તેઓ આખા દેશનો પ્રવાસ કરીને આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લાલુને પાંચ કેસમાં સજા થઈ છે

ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 139 કરોડ ઉપાડવાના ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને પાંચ વર્ષની જેલ અને 50 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. લાલુ પ્રસાદે સજા વિરુદ્ધ ઝારખંડ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. તેણે સ્વાસ્થ્યનું કારણ દર્શાવીને જામીન માટે અરજી કરી હતી. જે બાદ તેને 22 એપ્રિલે જામીન મળી ગયા હતા. લાલુ પ્રસાદ ચારા કૌભાંડના વધુ ચાર કેસમાં દોષિત છે અને તમામ કેસમાં જામીન પર બહાર છે.

Next Article