AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian textile sector: અમેરિકાએ ચીનથી કપાસની આયાત પર પ્રતિબંધ લગાડતા ભારતને મોટી તક, કાપડની નિકાસમાં થઇ શકે છે વધારો

અમેરિકાએ મજૂરો પાસે જબરદસ્ત કામ કરવાના આરોપને લઈને ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી કપાસના ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

Indian textile sector: અમેરિકાએ ચીનથી કપાસની આયાત પર પ્રતિબંધ લગાડતા ભારતને મોટી તક, કાપડની નિકાસમાં થઇ શકે છે વધારો
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 9:29 AM
Share

Indian textile sector: અમેરિકાએ(America) ચીનના(China)  શિનજિયાંગ પ્રદેશમાંથી કપાસની(Cotton) આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર(Indian textile sector)  માટે નવી તકો ઉભી થઇ છે. દેશના કોટન એપેરલ સેક્ટર માટે નિકાસમાં વધારો થઇ શકે છે. તેનાથી ભારતીય કાપડની નિકાસ વધી શકે છે.

ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના ચેરમેન એક શક્તિવેલે આ વિશે માહિતી આપી. અમેરિકાએ મજૂરો પાસે જબરદસ્ત કામ કરવાના આરોપને લઈને ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી કપાસના ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

શક્તિવેલે કહ્યું કે AEPC એ ચીનથી અમેરિકામાં નિકાસ કરવા માટે 20 કોટન એપેરલ પ્રોડક્ટ્સની ઓળખ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો બાદ અમેરીકી બજારમાં માલની અછતને પહોંચી વળવા માટે અમે અમારા સભ્યો સાથે યાદી શેર કરી છે. ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી સુતરાઉ કાપડની આયાત પર અમેરિકી પ્રતિબંધોએ ભારતીય કાપડ માટે તકો પૂરી પાડી છે. જોકે, આ માટે જરૂરી છે કે કાચા માલના ભાવ સ્થિર રહે.

ભાવમાં વધઘટ સમસ્યાઓ વધારી શકે છે તેમણે કપાસ અને ઉનના ભાવમાં અસ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આની અસર દેશમાંથી થતી નિકાસ પર પડી રહી છે. શક્તિવેલે કાપડ મંત્રાલયને મૂલ્યવર્ધિત નિકાસ પર પ્રોત્સાહનો અને કાચા માલની નિકાસને નિરાશ કરવા જેવા પગલાં લેવા વિનંતી કરી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે કોટન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (CCI) સ્થાનિક ઉત્પાદકોને 70 ટકા કપાસ ઉપલબ્ધ કરાવે. આ મૂલ્યવર્ધિત નિકાસ, રોકાણ અને રોજગારને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.

44 અરબ ડોલર ટેક્સટાઇલ નિકાસનું લક્ષ્ય શુક્રવારે કાપડ મંત્રી પીયૂષ ગોયલે કાપડ ઉદ્યોગને સુધારવા માટે PLI યોજના અને મેગા ટેક્સટાઇલ પાર્ક યોજનાને ખૂબ જ જલ્દી લાગુ કરવાની વાત કરી હતી. સરકાર 7 મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ટેક્સટાઇલ નિકાસમાં 44 અરબ ડોલરનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગોયલે કહ્યું કે આ વર્ષે અમે આ લક્ષ્ય હાંસલ કરીશું. આગામી પાંચ વર્ષમાં દેશની કાપડની નિકાસ વધીને 100 અરબ ડોલર થશે.

લોકલ ગોઝ ગ્લોબલ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘લોકલ ગોઝ ગ્લોબલ – મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ’ના ઉદ્દેશને સાકાર કરવાની ટેક્સટાઇલ સેક્ટરમાં તાકાત, આત્મવિશ્વાસ અને ક્ષમતા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ફાઇબર ગુણવત્તાની ભારતીય બ્રાન્ડ “કસ્તુરી કોટન” ના લોન્ચ સાથે કાપડ ઉદ્યોગ માટે વ્યવસાય વિસ્તરણના નવા રસ્તા ખુલ્યા છે.

આ પણ વાંચો : Edible oil price : નાગરિકો માટે ખુશીના સમાચાર, આ મહિને સસ્તું થશે ખાદ્ય તેલ, છેલ્લા એક વર્ષથી થઇ રહ્યો ભાવમાં વધારો

આ પણ વાંચો :RBIએ આ 2 બેન્કને ફટકાર્યો દંડ, જાણો શું ગ્રાહકોના રોકાણ પર થશે કોઈ અસર ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">