હવે આપ પરિવાર માટે ઑર્ડર કરી શકો છો આધાર PVC કાર્ડ, જાણો સમગ્ર પ્રોસેસ

|

Oct 18, 2020 | 7:55 PM

આધારકાર્ડ કાઢનારી સંસ્થા યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇંડિયાએ તાજેતરમાં જ આધાર પીવીસી કાર્ડની શરુઆત કરી છે. આધાર પીવીસી કાર્ડને સરળતાથી તમે તમારા વૉલેટમાં રાખી શકશો. અને, જલદી તે ખરાબ પણ નહીં થાય. નવું આધાર PVC કાર્ડ આધુનિક ફીચર્સ સાથેનું છે. UIDAIએ ટ્વીટ કરીને  જણાવ્યું કે હવે આપ કોઇપણ મોબાઇલ નંબર પર તમારા આધારકાર્ડનો ઓટીપી મંગાવી […]

હવે આપ પરિવાર માટે ઑર્ડર કરી શકો છો આધાર PVC કાર્ડ, જાણો સમગ્ર પ્રોસેસ

Follow us on

આધારકાર્ડ કાઢનારી સંસ્થા યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇંડિયાએ તાજેતરમાં જ આધાર પીવીસી કાર્ડની શરુઆત કરી છે. આધાર પીવીસી કાર્ડને સરળતાથી તમે તમારા વૉલેટમાં રાખી શકશો. અને, જલદી તે ખરાબ પણ નહીં થાય. નવું આધાર PVC કાર્ડ આધુનિક ફીચર્સ સાથેનું છે. UIDAIએ ટ્વીટ કરીને  જણાવ્યું કે હવે આપ કોઇપણ મોબાઇલ નંબર પર તમારા આધારકાર્ડનો ઓટીપી મંગાવી શકો છો. જ્યારે પરિવારની એક વ્યક્તિ આખા પરિવાર માટે PVC કાર્ડ ઑનલાઇન મંગાવી શકે છે.

50 રુપિયામાં બનશે PVC કાર્ડ

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આધાર કાર્ડની  PVC પ્રિંટિંગ માટેની ફી 50 રુપિયા છે. PVC એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે. આ કાર્ડ પર આધાર સંબધી ડિટેલ્સ પ્રિન્ટ થશે. PVC પ્રિંટિંગ વાળા આધાર કાર્ડમાં હોલોગ્રામ, ઘોસ્ટ ઇમેજ, માઇક્રોટેક્સ્ટ જેવા સિક્યોરિટી ફીચર્સ સામેલ છે. UIDAIના મુજબ AADHAR PVC cardને ઑનલાઇન પણ ઑર્ડર કરી શકાશે. જેના માટે 12 ડિજિટનો આધાર નંબર, 28 ડિજિટનો એંરોલમેંટ નંબર કે પછી 16 ડિજિટનો Virtual  ID (VID)ની જરુર પડશે. UIDAI એ સ્પષ્ટ કર્યુ છે કે જો તમારી પાસે આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો પણ તમે AADHAR PVC CARD ઑર્ડર કરી શકશો.

 

આવી રીતે બનાવો PVC આધાર કાર્ડ 

  • સૌ પ્રથમ આપે આધાર એટલે કે UIDAI ની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • હવે My Aadhar સેક્શન માં જઇને Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
  • ત્યાર પછી 12 અંકો નો આધાર નંબર કે 16 ડિજિટનો વર્ચ્યુઅલ આઈડી કે 28 ડિજિટનો આધાર એંરોલમેંટ આઈડી એંટર કરો.
  • હવે સિક્યોરીટી કોડ કે કૈપ્ચા કોડ ભરો અને ઓટીપી માટે Send OTP પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટર મોબાઇલ પર આવેલા ઓટીપીને વેબસાઇટમાં ભરો અને સબમિટ કરો.
  • ત્યાર બાદ આપને આધાર PVC કાર્ડનું પ્રિવ્યું દેખાશે.
  • ત્યારબાદ આપને પેમેંટ ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતા જ આપ પેમેંટ પેજ પર રિડાયરેક્ટ થઇ જશો.
  • ત્યાં 50 રુપિયા ફી જમા કરો.
  • પેમેંટ પછી આપના આધાર માટે PVC કાર્ડનો ઑર્ડર પૂરો થઇ જશે.
  • પ્રોસેસ પૂર્ણ થયાના 5 દિવસમાં UIDAI PVC આધારને  ભારતીય પોસ્ટને મોકલી આપશે.
  • ત્યારબાદ પોસ્ટ વિભાગ સ્પીડ પોસ્ટના માધ્યમથી આધાર તમારા ઘર સુધી પહોંચાડી દેેશે.

Next Article