આજે ભારતના ટેકનોલોજીકલ ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝની જોઇન્ટ વેન્ચર કંપની ‘અદાણીકોનેક્સ’ અને ‘ગુગલે’ સંયુક્ત રીતે ભારતનું સૌથી મોટું અને નવું AI ડેટા સેન્ટર કેમ્પસની સ્થાપનાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ, ગુગલ આશરે 15 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે.
ગુગલનું રોકાણ આશરે 15 બિલિયન યુએસ ડોલર (આશરે ₹1.25 લાખ કરોડ) જેટલું છે, જે આગામી પાંચ વર્ષ (2026-2030) દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે. આ રોકાણ ફક્ત ડેટા સેન્ટર બનાવવા પૂરતું મર્યાદિત નથી, આમાં ગીગાવોટ-સ્કેલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સબ-સી કેબલ નેટવર્ક અને ક્લીન એનર્જી સોર્સનો વિકાસનો પણ સમાવેશ કરવામાં આવશે. AdaniConneX, Airtel અને બીજા ઘણા વૈશ્વિક ટેકનોલોજી ભાગીદારો આ પ્રોજેક્ટમાં ભાગ લેશે. આ કેન્દ્ર ભારતના ઉભરતા AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનશે.
A monumental day for India!
Adani is proud to partner with @Google to build India’s largest AI data centre campus – in Visakhapatnam – engineered specifically for the demands of artificial intelligence.This facility will house the TPU and GPU-based compute power required for… pic.twitter.com/leypKgPTAb
— Gautam Adani (@gautam_adani) October 14, 2025
અદાણીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમમાં ‘ડેટા સેન્ટર’ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, જેમાં AI-આધારિત કોમ્પ્યુટેશનલ સિસ્ટમ્સ, મશીન લર્નિંગ પ્રોસેસિંગ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ સેન્ટર માત્ર સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન અને બિઝનેસને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે તેમજ ભારતને AI નું ગ્લોબલ હબ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.
અદાણી ગ્રુપ અને Google આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન્સ, ક્લીન એનર્જી પ્રોડક્શન યુનિટ અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં સંયુક્ત રીતે રોકાણ કરશે. આ પહેલથી ડેટા સેન્ટરને 100% ગ્રીન એનર્જીથી ચલાવવામાં આવશે અને ભારતની પાવર ગ્રીડ ક્ષમતા તેમજ સ્થિરતામાં પણ વધારો જોવા મળશે.
Great to speak with India PM @narendramodi @OfficialINDIAai to share our plans for the first-ever Google AI hub in Visakhapatnam, a landmark development.
This hub combines gigawatt-scale compute capacity, a new international subsea gateway, and large-scale energy infrastructure.…
— Sundar Pichai (@sundarpichai) October 14, 2025
ગુગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું હતું કે, “અમે ભારતની ક્ષમતાને ઉજાગર કરવા માટે ગુગલ એઆઈ હબમાં રોકાણ કરી રહ્યા છીએ. અદાણી સાથે મળીને, અમે અમારા અત્યાધુનિક સંસાધનોને ભારતની નજીક લાવી રહ્યા છીએ, જેનાથી બિઝનેસ, રિસર્ચર અને ક્રિએટર્સ AI ને આગળ વધારવામાં સક્ષમ બની રહ્યા છીએ.”
આ ‘AI હબ’ અને ‘કનેક્ટિવિટી ગેટવે’ વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ માટે આર્થિક વિકાસનું એક નવું એન્જિન બનશે. પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન અને તે પછી ટેકનોલોજી, ઉત્પાદન અને ક્લીન એનર્જી સેક્ટરમાં લાખો નોકરીઓનું સર્જન થશે એવો અંદાજ છે. વધુમાં, આ હબ ભારતના ડિજિટલ સમાવેશને વેગ આપશે. ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, ક્લાઉડ સર્વિસની ઉપલબ્ધતા અને AI શિક્ષણના પ્રસાર માટે નવા માર્ગો ખોલશે.
Published On - 8:41 pm, Tue, 14 October 25