Farmer Protest: અભેદ કિલ્લામાં ફેરવાયું દિલ્હી, ચક્કાજામને લઈને સુરક્ષાર્થે 50000 જવાનો ખડકી દેવાયા

Farmer Protest: પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂત 73 દિવસથી દિલ્હીની સરહડો પર અંદોલન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતોની માંગ છે કે કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે.

Farmer Protest: અભેદ કિલ્લામાં ફેરવાયું દિલ્હી, ચક્કાજામને લઈને સુરક્ષાર્થે 50000 જવાનો ખડકી દેવાયા
50000 જવાનો તૈનાત
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:14 AM

Farmer Protest: પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂત 73 દિવસથી દિલ્હીની સરહડો પર અંદોલન કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતોની માંગ છે કે કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવે. વિરોધ કરી રહેલા ખેડુતોનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ શુક્રવારે કહ્યું હતું કે દેશના ખેડુતો ત્રણ કલાક માટે શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કરશે. આ ચક્કા જામ દરમિયાન દિલ્હી પોલીસની મદદ માટે દિલ્હી-NCR વિસ્તારમાં અર્ધસૈનિક દળ પણ ગોઠવવામાં આવ્યા છે.

50000 જવાનો તૈનાત

26 જાન્યુઆરીએ બનેલી ઘટના બાદ, તેનું પુનરાવર્તન ના થાય તે માટે દિલ્હીને અભેદ કિલ્લામાં ફેરવવામાં આવ્યું છે. દિલ્હી પોલીસ, અર્ધસૈનિક દળ અને રિઝર્વ ફોર્સના લગભગ 50,000 જવાનો દિલ્હી-NCR વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોના નાકાબંધી આંદોલન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે કારણે 50000 જવાનો ફરજ નિભાવી રહ્યા છે. રાજધાનીમાં કોઈ ઉપદ્રવ સર્જાય તો તેવા સંજોગોમાં ઓછામાં ઓછા 12 મેટ્રો સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝીટ બંદ કરવાના એલર્ટ પર છે. આ ઉપરાંત દ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહ્યું છે.

 

 

ગાજીપુર બોર્ડર પર ચૂસ્ત બંદોબસ્ત
ગાજીપુર બોર્ડર પર પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. કાંટાળા તાર, બેરીકેડ સાથે વોટર કેનન વાહનોને ગોઠવવામાં આવ્યા છે. જેથી ચક્કાજામ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને. ખેડૂત સંગઠનોએ દેશભરમાં આજે 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરી આંદોલનને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

 

Published On - 10:13 am, Sat, 6 February 21