31 જાન્યુઆરીનું રાશિ ફળ : આજે આ રાશિઓના જાતકોનું ખુલી શકે કિસ્મત, મળી શકે છે એવા શુભ સમાચાર કે ખુશીથી ઉછળી પડશો અને આકસ્મિક ધન લાભના પણ છે યોગ, તમારી રાશિ તો આમાંની એક નથી ?
મેષ : ગણેશજી કહે છે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં ખાસ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાનો યોગ છે. નવા કાર્યોની શરુઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં આકસ્મિક કઠિનાઇઓ આવી શકે છે. ક્રોધ અને વાણી પર સંયમ રાખો. હિત શત્રુઓ હાનિ ન પહોંચાડે, તેનું ધ્યાન રાખવાની […]

મેષ :
ગણેશજી કહે છે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનારો સાબિત થશે. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં ખાસ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાનો યોગ છે. નવા કાર્યોની શરુઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં આકસ્મિક કઠિનાઇઓ આવી શકે છે. ક્રોધ અને વાણી પર સંયમ રાખો. હિત શત્રુઓ હાનિ ન પહોંચાડે, તેનું ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે.
વૃષભ :
આજે આપને દાંપત્ય જીવનનો વિશેષ આનંદ મળશે. આપ પરિવાર સહિત ક્યાંક ફરવા અથવા નાના પ્રવાસે જઈ આનંદમાં દિવસ પસાર કરી શકો છો. સ્નેહીજનો તથા મિત્રો સાથે ઉત્તમ ભોજન કરવાની તક આવશે. વિદેશમાં વસનારા સ્નેહીજનોના સમાચાર મળશે. આકસ્મિક ધન લાભ થશે. વ્યાપારીઓના વેપારમાં વૃદ્ધિ થશે. સામાજિક તથા જાહેર ક્ષેત્રમાં યશ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
મિથુન :
ગણેશજી કહે છે કે કાર્ય સફળતા તથા યશ કીર્તિ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બન્યું રહેશે. શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રહેશો. આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. આજે ખર્ચ થશે, પણ તે આપને બિનજરૂરી નહીં લાગે. અટકાલે કાર્યોની પૂર્ણતા માટે માર્ગ સરળ બનશે. હરીફો સામે સફળતા મેળવશો. સ્વભાવમાં ક્રોધ પર લગામ લગાવવાની જરૂર છે.
કર્ક :
ગણેશજી આજનો દિવસ શાંત રહીને પસાર કરવાનું કહે છે. શારીરિક તથા માનસિક અસ્વસ્થતા આપને બેચેન બનાવી શકે. આકસ્મિક ખર્ચના યોગ છે. પ્રેમીજનો વચ્ચે વાદ-વિવાદના કારણે મતભેદ સર્જાઈ શકે. વિપરીત લિંગની વ્યક્તિ પ્રત્યે આકર્ષણ આપના માટે સંકટ ઊભું કરી શકે છે. યાત્રા, પ્રવાસ તથા નવા કાર્યની શરુઆત ન કરવી જ હિતાવહ છે. પેટ તથા પાચન તંત્રથી સંબંધિત સમસ્યાઓ સતાવી શકે છે.
સિંહ :
ગણેશજી કહે છે કે આજે પરિવારમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે. માતાના આરોગ્યનું ધ્યાન રાખો. મનમાં નકારાત્મક વિચારો આવવાથી ઉદાસી અનુભવી શકો છો. જમીન, મકાન, વાહન આદિના દસ્તાવેજો પર સહી કરવા માટે સારો દિવસ સારો નથી. નોકરિયાત લોકોને નોકરીમાં ચિંતા રહેશે. સ્ત્રી વર્ગ તથા પાણીથી સાચવીને રહેવાની આવશ્યકતા છે.
કન્યા :
શારીરિક-માનસિક આરોગ્ય જળવાઈ રહેશે. સાથે જ આપ પ્રેમપૂર્ણ સંબંધોમાં ખુશ રહેશો. ભાઈ-બહેનો સાથે સારી રીતે સમય પસાર થશે અને તેમના દ્વારા લાભ પણ મળશે. હરીફોની ચાલ નિષ્ફળ રહી શકે છે. ભાગ્ય વૃદ્ધિનો યોગ હોવા છતાં કોઈ પણ કાર્યમાં અવિચારી પગલાથી હાનિ થઈ શકે છે, એવી ગણેશજી ચેતવણી આપે છે. ગૂઢ તથા આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળશે.
તુલા :
આજે આપની માનસિક સ્થિતિ દુવિધાપૂર્ણ રહી શકે છે કે જેથી મહત્વના નિર્ણય ન લેવાની ગણેશજી સલાહ આપે છે. નવા કાર્યનો આરંભ આજે ન કરો. વાણી પર સંયમ રાખવાથી પરિજનો સાથે વાદ-વિવાદ નહીં થાય. પોતાની જિદ છોડી આપે સમાધાનો કરવા પડશે. આર્થિક લાભની શક્યતા છે. આરોગ્યનું ધ્યાન રાખો.
વૃશ્ચિક :
ગણેશજી કહે છે કે પરિજનો સાથે આજનો દિવસ આનંદ-પ્રમોદમાં વ્યતીત થશે. શારીરિક તેમજ માનસિક પ્રસન્નતા રહેશે. પ્રિય વ્યક્તિઓ સાથે મુલાકાત સફળ તેમજ આનંદદાયક રહેશે. કોઈ શુભ સમાચાર મળશે. મિત્રો તેમજ સ્નેહીજનો તરફથી ઉપહાર મળવાથી આનંદનો અનુભવ કરશો. આનંદદાયક પ્રવાસ થશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. સામાન્યત: આખો દિવસ ખુશીમાં વ્યતીત થશે.
ધન :
આજનો દિવસ કષ્ટદાયક રહી શકે છે. પારિવારિક સભ્યો સાથે અણબનાવની શંકા છે. સ્વભાવમાં ક્રોધ તથા આવેશ રહી શકે છે કે જેથી કોઈની સાથે ઉગ્ર કરારનો પ્રસંગ સર્જાઈ શકે છે. આરોગ્ય બગડવાના પણ સંકેત છે. વાણી તથા વ્યહારમાં સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. અકસ્માતથી બચો. પૈસાનો વધુ પડતો ખર્ચ ન થાય, તેનું ધ્યાન રાખો. કોર્ટ સંબંધી કામકાજમાં સાવચેતીપૂર્વક પગલું ભરશો.
મકર :
ગણેશજી કહે છે કે આજનો દિવસ આપના માટે અત્યંત શુભ છે. આપના ઘરે કોઇક શભ પ્રસંગના આયોજનની શક્યતા છે. કોઇક વસ્તુની ખરીદી માટે આજે શુભ સમય છે. શૅર-સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ધન લાભ થશે. મિત્રો, સંબંધીઓ સાથેની મુલાકાત આનંદિત કરશે. સામાજિક ક્ષેત્રે નોકરી-વ્યવસાયમાં લાભ મળશે.
કુંભ :
ગણએશજીના આશીર્વાદની સાથે-સાથે આજે આપના ઉપર ઉચ્ચ હોદ્દેદારો તથા વડીલ વર્ગની પણ કૃપા દૃષ્ટિ રહેશે. આપના તમામ કામો સરળતાથી સંપન્ન થતા પ્રતીત થશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. આપ માનસિક રીતે રાહત અનુભવશો. આરોગ્ય સારું રહેશે. માન-સન્માન વધશે. ગૃહસ્થ જીવનમાં આનંદની અનુભૂતિ કરશો.
મીન :
ગણેશજી કહે છે કે આજે આપ તન-મનથી થાક અને વ્યાકુળતાનો અનુભવ કરી શકો છો. સંતાનની સમસ્યા આપને ચિંતિત કરી શકે છે. નોકરીમાં ઉચ્ચાધિકારીઓ સાથે વાદ-વિવાદ થવાથી તેમની નારાજગી વહોરવી પડી શકે છે. હરીફો મુશ્કેલી પેદા કરી શકે છે. નકારાત્મક વિચારોથી મનને ઘેરાવા ન દો, ત્યારે જ આપ આ મુશ્કેલીઓ પર વિજય પામી શકો છો.