આગામી 3 વર્ષમાં 1,000 LNG સ્ટેશન ઉભા કરવામાં આવશે, પ્રથમ તબક્કામાં ગુજરાતમાં સૌથી વધુ 10 સ્ટેશન ઉભા કરાશે

|

Nov 20, 2020 | 11:45 PM

હવે તમામ હાઈવે પર 200થી 300 કિલોમીટરના અંતરમાં એક LNG સ્ટેશન શરુ કરવામાં આવશે. પ્રથમ એક વર્ષમાં 50 જેટલા LNG સ્ટેશન ગોલ્ડન ક્વાર્ડિલેટરલ હાઈવે પર લગાવવામાં આવશે. ગોલ્ડન ક્વોર્ડિલેટરલ હાઈવે પર ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તાને જોડે છે. આવનારા સમયમાં ગોલ્ડન ક્વોર્ડિલેટરલ અને મુખ્ય હાઈવે માર્ગો પર પ્રત્યેક 200-300 કિલોમીટરમાં એક LNG સ્ટેશન […]

આગામી 3 વર્ષમાં 1,000 LNG સ્ટેશન ઉભા કરવામાં આવશે, પ્રથમ તબક્કામાં ગુજરાતમાં સૌથી વધુ 10 સ્ટેશન ઉભા કરાશે

Follow us on

હવે તમામ હાઈવે પર 200થી 300 કિલોમીટરના અંતરમાં એક LNG સ્ટેશન શરુ કરવામાં આવશે. પ્રથમ એક વર્ષમાં 50 જેટલા LNG સ્ટેશન ગોલ્ડન ક્વાર્ડિલેટરલ હાઈવે પર લગાવવામાં આવશે. ગોલ્ડન ક્વોર્ડિલેટરલ હાઈવે પર ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કલકત્તાને જોડે છે. આવનારા સમયમાં ગોલ્ડન ક્વોર્ડિલેટરલ અને મુખ્ય હાઈવે માર્ગો પર પ્રત્યેક 200-300 કિલોમીટરમાં એક LNG સ્ટેશન હશે. LNG ડિઝલના પ્રમાણમાં 30-40 ટકા સસ્તુ હશે, આમ પરિવહન અને અન્ય સેક્ટરને પણ આના ઉપયોગથી લોજિસ્ટીક ખર્ચ પણ ઘટી જશે. આમ મોંઘવારીને પણ અંકુશમાં રાખવાના પ્રયાસોને પણ મદદ મળી રહેશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પેટ્રોલીયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે નોટીસ જારી કરીને આ અંગે જાણકારી આપી છે. કોઈ પણ કંપની અથવા લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNG સ્ટેશનને ખોલી શકે છે. આ માટે કોઈપણ પ્રકારના સિટી ગેસ વિતરણ લાઈસન્સ અથવા અન્ય લાઈસન્સની આવશ્યકતા નહીં રહે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એક્ટ ફક્ત અધિકૃત કંપનીને જ LNG સ્ટેશન શરુ કરવા માટે મંજૂરી આપવાનો કોઈ પ્રાવધાન નથી. પીએનજીઆરબીએ કહ્યુ હતુ કે, એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિ અથવા કંપની કોઈ પણ જગ્યાએ એલએનજી સ્ટેશન શરુ કરી શકે છે.

LNGને ભરવા માટે CNGના પ્રમાણમાં વધુ સમય લાગે છે. જોકે એલએનજી વધુ સારુ માઈલેજ પણ આપે છે. એક અનુમાન મુજબ ટ્રકમાં તેને ભર્યા બાદ 900 કિલોમીટર સુધી તે ચાલી શકે છે. આવામાં ભારે વાહનોને માટે એલએનજી ડીઝલના પ્રમાણમાં ઘણો જ સસ્તો પણ રહે છે. જો કે સીએનજીથી ઉલટુ એલએનજીને સ્ટોર કરવા માટે ક્રાયોઝેનીક સ્ટોરેજ ટેન્કની જરુરીયાત રહેતી હોય છે. પ્રથમ 50માંથી સૌથી વધુ 20 LNG સ્ટેશન IOC દ્વારા લગાવવામાં આવશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ એટલે કે HPCL 11 સ્ટેશન લગાવશે. જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ દ્વારા 11 સ્ટેશન લગાવવામાં આવશે. ગેસ વિતરણ કરનાર કંપની ગેઈલ 6 જેટલા આઉટલેટ લગાવશે અને પેટ્રોનેટ LNG Ltd બાકીના 2 આઉટલેટ ઉભા કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રથમ 50 આઉટલેટમાંથી 10 સૌથી વધુ સ્ટેશન ગુજરાતમાં ઉભા કરવામાં આવશે. જે દેશની કુલ LNG આયાત ક્ષમતામાં લગભગ બે તૃતીયાંશ યોગદાન કરે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બંને રાજ્યમાં પણ 8-8 LNG સ્ટેશન લગાવવામાં આવશે. આ બંને રાજ્યમાં પણ LNG ટર્મીનલ આવેલા છે. આંધ્રપ્રદેશમાં 6, કર્ણાટકમાં 5, કેરલમાં 3, તેલંગાણામાં 2, હરિયાણામાં 1, રાજસ્થાનમાં 3 અને મધ્યપ્રદેશમાં 1 LNG સ્ટેશન ઉભા કરવામાં આવશે. અત્યાર સુધી ભારતમાં વાહન ચલાવવા માટે પેટ્રોલ, ડિઝલ, સીએનજી અને ઓટો એલપીજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. LNG એક નવા ઇંધણના સ્વરુપમાં હશે. જેને પેટ્રોલ પંપ જેવા આઉટલેટથી વાહનોમાં ભરી શકાશે. ફક્ત લોંગ-હોલ બસ અને ટ્રકમાં જ નહી, પરંતુ LNGનો ઉપયોગ બંકર ફ્યુઅલના રુપે માઈનીંગ ઈકવીપમેન્ટ અને રેલ લોકોમોટિવમાં પણ ઉપયોગ કરી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article