Jaya Bachchan Video : જયા બચ્ચને મર્યાદા કરી પાર!, ઉપરાષ્ટ્રપતિને આંગળી બતાવતા હોવાનો Video Viral, લોકો થયા ગુસ્સે

મોટા અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રાજ્યસભામાં અધ્યક્ષ તરફ આંગળી બતાવીને કંઈક કહેતી જોવા મળી રહી છે.

Jaya Bachchan Video : જયા બચ્ચને મર્યાદા કરી પાર!, ઉપરાષ્ટ્રપતિને આંગળી બતાવતા હોવાનો Video Viral, લોકો થયા ગુસ્સે
જયા બચ્ચને મર્યાદાની રેખા કરી પાર, ઉપરાષ્ટ્રપતિને આંગળી બતાવતા હોવાનો Video Viral, લોકો થયા ગુસ્સેImage Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 12:31 PM

મોટા અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન પોતાના ગુસ્સા માટે ખૂબ જ જાણીતા છે. ઘણી વખત તે રાજ્યસભામાં ગુસ્સો કરતા જોવા મળ્યા છે. હવે રાજ્યસભાના સત્ર દરમિયાન તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેના માટે યૂઝર્સ ટ્વિટર પર તેમની સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં જયા બચ્ચન ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે.

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા જયા બચ્ચનના લેટેસ્ટ વીડિયોમાં તે ગૃહમાં ખુરશી તરફ આંગળી ચીંધીને કંઈક કહેતી જોવા મળે છે. ત્યારે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ખુરશી પર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સીટ પરથી ઉભા છે અને બધાને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યા છે. આ દરમિયાન જય બચ્ચન સામેથી પસાર થઈ રહ્યો છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

લોકોએ જયા બચ્ચનના વર્તનની કરી ટીકા

ટ્વિટર પર લોકો રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદના આ વર્તનની ટીકા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે વીડિયોની તે ક્લિપ શેર કરી છે, જેમાં જયા બચ્ચન ખુરશી તરફ આંગળી ઉઠાવીને કંઈક કહેતા જોવા મળે છે. વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, જયા બચ્ચને ફરી પોતાનો ગુસ્સો બતાવ્યો અને સંસદમાં મર્યાદાની રેખા પાર કરી.

આ પણ વાચો:  રાજ્યસભાનો વીડિયો રેકોર્ડ કરી ફસાયા કોંગ્રેસ સાંસદ, સ્પીકર નારાજ, બજેટ સત્રના બાકીના સમય માટે કરાયા સસ્પેન્ડ

એક યુઝરે લખ્યું, આ જયા બચ્ચન ક્યારેય ખુશ થાય છે? તેના ચહેરા પર હંમેશા નારાગજી જોવા મળે છે, હંમેશા જાહેરમાં ઝઘડતી રહે છે. તે પોતાની ફિલ્મોમાં હંમેશા મીઠા હસતા પાત્રમાં જોવા મળે છે. મને આશ્ચર્ય થાય છે કે તેમનામાં આટલી કડવાશ કેમ છે. તેની આસપાસ રહેવું એ એક પીડા છે.

આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ

ગયા મહિને જયા બચ્ચનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેના કારણે તેમના વર્તનની ટીકા થઈ રહી હતી. બિગ બી સાથે એક ઈવેન્ટમાં પહોંચેલી જયા બચ્ચને તે સમયે પાપારાઝી પર ભડક્યા હતા અને કહ્યું હતું કે આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ તેમની સાથે હતા. જયા પાપારાઝી પાસેથી ફોટોગ્રાફ લેવાની મનાઈ કરી રહી હતી, જ્યારે તેઓ સંમત ન થયા ત્યારે તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">