BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સેક્ટર કમાન્ડર કક્ષાની બેઠક, ભારતે ડ્રોન અને આતંકવાદી પ્રવૃત્તિઓનો ઉઠાવ્યો મુદ્દો

|

Jul 24, 2021 | 9:05 PM

બેઠક સોહાર્દપુર્ણ, સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં યોજાઇ હતી. અને ડીજી કક્ષાની વાટાઘાટમાં લેવામાં આવેલા નિર્ણયોનું વહેલી તકે અમલીકરણ થાય તે માટે બંને પક્ષો સંમત થયા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવા માટે એકબીજા પ્રત્યે કટીબધ્ધ દેખાયા હતા.

BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સેક્ટર કમાન્ડર કક્ષાની બેઠક, ભારતે ડ્રોન અને આતંકવાદી પ્રવૃત્તિઓનો ઉઠાવ્યો મુદ્દો

Follow us on

શનિવારે જમ્મુ-કાશ્મીરના સુચેતગઢ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સેક્ટર કમાન્ડર-કક્ષાની બેઠક મળી હતી.  આ બેઠક માટે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

બીએસએફના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ બીએસએફના ડીઆઈજી સુરજીત સિંઘ(DIG Surjit Singh) અને પાકિસ્તાન રેન્જર્સના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સિયાલકોટ સેક્ટરના કમાન્ડર પાકિસ્તાન રેન્જર્સ બ્રિગેડિયર મુરાદ હુસેને(Murad Hussain) કર્યું. ડીજીએમઓ દ્વારા સીઝફાયર કરારની જાહેરાત કર્યા પછી બંને દેશોની સરહદ રક્ષા દળો વચ્ચેની આ પહેલી સેક્ટર કમાન્ડર- કક્ષાની બેઠક હતી.

બેઠક દરમિયાન બીએસએફે પાક. ડ્રોન પ્રવૃત્તિઓ, પાકિસ્તાન તરફથી સરહદ આતંકવાદી પ્રવૃત્તિઓ, ટનલ ખોદવા અને સરહદ વ્યવસ્થાપન સહિતના અન્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા. બીએસએફ દ્વારા જમ્મુ વિસ્તારમાં ડ્રોન પ્રવૃત્તિઓ સામે આકરો વિરોધ કરવામાં આવ્યો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જ્યારે જરૂરિયાત પડે ત્યારે પેટ્રી મેટર્સને હલ કરવા માટે ફીલ્ડ કમાંડરો વચ્ચેના તત્કાળ સંચારને ફરીથી શરૂ કરવામાં આવે. એવો નિર્ણય મિટીંગમાં લેવામાં આવ્યો.

બેઠક સોહાર્દપુર્ણ, સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં યોજાઇ હતી. અને  ડીજી કક્ષાની વાટાઘાટમાં લેવામાં આવેલા નિર્ણયોનું વહેલી તકે અમલીકરણ થાય તે માટે બંને પક્ષો સંમત થયા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ અને સુમેળ જાળવવા માટે એકબીજા પ્રત્યે કટીબધ્ધ દેખાયા હતા.

પાકિસ્તાનના ‘ક્વાડકોપ્ટર’ એ અરનીયા સેક્ટરમાં પ્રવેશવાનો કર્યો પ્રયાસ

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના અરનીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક બીએસએફના જવાનોએ ઉડી રહેલી એક વસ્તુ પર ગોળીબાર કર્યો હતો, જેમાં લાલ લાઈટ ઝગમગતી હતી.

2 જુલાઈએ, પાકિસ્તાનના ‘ક્વાડકોપ્ટર’એ અરનીયા સેક્ટરની આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીએસએફના જવાનોએ ગોળીબાર કરીને નિષ્ફળ બનાવ્યો હતો.

પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ભારતના મહત્વપૂર્ણ સ્થાનો પર હુમલો કરવા માટે ‘ડ્રોન’ નો ઉપયોગ કરે છે. 27 જૂનનાં રોજ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે જમ્મુ શહેરમાં ભારતીય વાયુસેનાના બેઝ પર બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.આ ઘટનામાં બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરના મોટાભાગનાં સરહદી જિલ્લાઓમાં  ‘ડ્રોન’ અને અન્ય માનવરહિત હવાઈ વાહનોના સંગ્રહ, વેચાણ અથવા કબજે કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો :Delhi: ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ઈન્ડિગો અને સ્પાઇસ જેટના સ્ટાફ સહિત 7 લોકોની ધરપકડ

 

Next Article