બેંગલુરુમાં મેટ્રો ટ્રેનનો પીલર ધરાશાયી, લોખંડનો થાભલો બાઈક સવાર દંપતી પર પડતા પત્ની અને બાળકનું મોત
ઘટના બાદ સ્થાનિકો અને રાહદારીઓએ વિરોધ કર્યો હતો. આઉટર રીંગરોડ પર પણ ટ્રાફિકને અસર થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જેટીના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા રિઇન્ફોર્સમેન્ટ બારને વાળવું પડ્યું હતું કારણ કે સ્ટ્રક્ચર સાથે બાંધેલા દોરડા કદાચ ઢીલા થઈ ગયા હશે.
બેંગલુરુમાં મેટ્રો ટ્રેનનો પીલર ધરાશાયી, હેબ્બલ રિંગ રોડ નજીક ઘટના બની છે જેમાં એક બાઈક સવાર દંપતી પર લોખંડનો પીલર પડ્યો છે જેમાં પત્ની અને બાળકનું ઘટના સ્થળે મોત થયું છે. હાલ મળતી માહિતી મુજબ, મંગળવારે આઉટર રિંગ રોડ પર એચબીઆર લેઆઉટ ખાતે નમ્મા મેટ્રોનો રિઇન્ફોર્સમેન્ટ બાર તૂટી પડતાં એક મહિલા અને તેના બાળકનું મોત નીપજ્યું છે. ઘટના બાદ સ્થાનિકો અને રાહદારીઓએ વિરોધ કર્યો હતો. આઉટર રીંગરોડ પર પણ ટ્રાફિકને અસર થઈ હતી.
Metro pillar collapse near Hibbal ring road in #Bengaluru kills two #TV9News pic.twitter.com/u1QFBwuaPZ
— Tv9 Gujarati (@tv9gujarati) January 10, 2023
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..