Madhya Pradesh: માટીની ખાણમાંથી વ્યક્તિને મળ્યો 26.11 કેરેટનો હીરો, હરાજીમાં મળશે કરોડો રૂપિયા

|

Feb 22, 2022 | 4:20 PM

ભાડાની જમીન પર નાનાપાયે ઈંટનો ભઠ્ઠો ચલાવતા શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 20 વર્ષથી હીરાની ખાણકામ સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમને આટલો કિંમતી હીરો પહેલીવાર મળ્યો.

Madhya Pradesh: માટીની ખાણમાંથી વ્યક્તિને મળ્યો 26.11 કેરેટનો હીરો, હરાજીમાં મળશે કરોડો રૂપિયા
A person found a diamond of 26.11 carats in a clay mine

Follow us on

મધ્યપ્રદેશના (Madhya Pradesh) પન્ના (Panna) જિલ્લામાં નાનાપાયે ઈંટના ભઠ્ઠાનો વ્યવસાય કરતા વ્યક્તિને માટીની ખાણમાંથી 26.11 કેરેટનો હીરો મળ્યો છે. પન્ના જિલ્લા હીરા અધિકારી રવિ પટેલે મંગળવારે જણાવ્યું હતું કે હરાજીમાં આ હીરાની 1.20 કરોડ રૂપિયા સુધીની કિંમત મળી શકે છે. અધિકારીએ જણાવ્યું કે પન્નાના કિશોરગંજ નગરના રહેવાસી સુશીલ શુક્લા અને તેમના સહયોગીઓને સોમવારે કૃષ્ણા કલ્યાણપુર વિસ્તારની નજીક આવેલી ખાણમાંથી આ હીરો મળ્યો હતો.

તેમણે કહ્યું કે હીરાને એક-બે દિવસમાં હરાજી માટે મુકવામાં આવશે અને સરકારની રોયલ્ટી અને ટેક્સ બાદ કરીને આ રકમ ખાણિયાઓને આપવામાં આવશે. ભાડાની જમીન પર નાના પાયે ઈંટનો ભઠ્ઠો ચલાવતા શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 20 વર્ષથી હીરાની ખાણકામ સાથે સંકળાયેલા છે, પરંતુ તેમને આટલો કિંમતી હીરો પહેલીવાર મળ્યો હતો. તેણે કહ્યું કે તેણે આ ખાણ પાંચ ભાગીદારો સાથે ભાડે લીધી હતી.

હીરાની હરાજીમાં રૂ. 1.2 કરોડથી વધુની કમાણી થશે તેવી આશા વ્યક્ત કરતા શુક્લાએ કહ્યું હતું કે, “હરાજી બાદ મળેલા નાણાંનો હું બિઝનેસ વધારવા માટે ઉપયોગ કરીશ.” હીરાની ખાણો માટે પ્રખ્યાત પન્ના જિલ્લો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 380 કિમી દૂર છે. જિલ્લામાં 12 લાખ કેરેટ હીરા હોવાનો અંદાજ છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

માહિતી આપતાં ડાયમંડ ઓફિસર રવિ કુમાર પટેલે જણાવ્યું હતું કે પન્નાની છીછરી હીરાની ખાણોમાંથી મળેલો આ ચોથો સૌથી મોટો હીરો છે. આ પહેલા 1961માં પન્ના નામના મોહલ્લાના રહેવાસી રસૂલ મોહમ્મદને 44.33 કેરેટનો અત્યાર સુધીનો સૌથી મોટો હીરો મળ્યો હતો.આ હીરાને 2 દિવસ પછી યોજાનારી હરાજીમાં રાખવામાં આવશે.

આ પણ વાંચો – ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સામે કેન્દ્ર સરકારની કાર્યવાહી, SFJના સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા

આ પણ વાંચો – Petrol Diesel Price Today : છેલ્લા એક વર્ષમાં ક્રૂડ 62 ટકા ઉછળ્યું, દેશમાં ઇંધણની કિંમતની સ્થિતિ શું છે? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો – Maharashtra: થાણે પોલીસે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધી, સમીર વાનખેડેએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

Next Article