આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, જાનહાની કે મોટાપાયે નુકસાન નહી

|

Apr 28, 2021 | 9:39 AM

અત્યાર સુધીની માહિતી અનુસાર આસામમાં અડધા કલાકમાં ભૂકંપના ( earthquake ) કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા.

આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂકંપ, જાનહાની કે મોટાપાયે નુકસાન નહી
આસામમાં આવ્યો 6.4ની તીવ્રતાનો ભૂંકપ

Follow us on

આસામના વિવિધ શહેર અને જિલ્લાઓમાં બુધવારે સવારે ધરતીકંપના ( earthquake ) આંચકા અનુભવાયા હતા. સવારે 7.51 વાગ્યે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. જો કે હાલમાં જાનહાનીના કે મોટાપાયે નુકસાન થયાનું જાણવા મળ્યું નથી. જો કે સરકારી તંત્ર નુકસાન અંગે તપાસ કરી રહ્યું છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનાવાલ સાથે ટેલિફોન ઉપર વાત કરીને ભૂંકપના આંચકા અંગે પ્રાથમિક જાણકારી મેળવી હતી. અને જરૂર પડ્યે બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્રની તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અત્યાર સુધીની માહિતી અનુસાર આસામમાં અડધા કલાકમાં ભૂકંપના કુલ ત્રણ આંચકા અનુભવાયા હતા. આમાં ભૂકંપનો પ્રથમ આંચકાની તીવ્રતા 6.4 ની નોંધાઈ છે. આ પછી, 7.58 કલાકે વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો, ત્યારબાદ સવારે 8.01 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે ટ્વિટ કર્યું છે કે તેઓ હવે ભૂકંપગ્રસ્ત જિલ્લાઓ વિશે માહિતી લઈ રહ્યા છે. તેમણે સૌ સલામત હશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

આસામાં 6.4ની તીવ્રતાનો ભૂંકપ આવ્યાના સમાચાર જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે સાથે ટેલિફોનીક વાતચીત કરીને, બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી તમામ મદદ આપવાની તૈયારી દર્શાવી હતી.

Next Article