રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ

|

Feb 16, 2021 | 11:03 PM

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે

રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ

Follow us on

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય. જોધપુરની રહેવાસી આશા નામની એક મહિલા હવે તો આ દુનિયામાં નથી. પરંતુ તેણે મરતા પહેલા પોતાના બધા દાગીના રામ મંદિરના નામે કરી દીધા, તેમની આખરી ઇચ્છા હતી કે તેની અંતિમક્રિયા પહેલા આ તેના દાગીનાઓ રામ મંદિરના નિર્માણના કામમાં આવે.

જોધપુરમાં રામ મંદિરના નિર્માણ માટે સમર્પણ નિધી એકઠી કરનાર પ્રાંત પ્રચારક હેમંતને 4 ફેબ્રુઆરીના રોજ એક ફોન આવ્યો. સામે વિજયસિંહ નામના વ્યાક્તિનો અવાજ હતો. તેમણે કહ્યુ કે મારી પત્ની આશા રામમંદિરના નિર્માણ માટે પોતાના બધા દાગીના આપવા માંગતી હતી. આજે એ અમને છોડીને હંમેશા માટે જતી રહી છે. આટલું બોલતા જ વિજયસિંહનો અવાજ ભારે થઇ ગયો અને તેઓ વધુ કંઇ પણ બોલી ન શક્યા, પછી રડતાં અવાજે જણાવ્યુ કે તમે આવો અને અંત્યેષ્ઠિ પહેલા આ ઘરેણાંઓ લઇ જાઓ કારણ કે તેની ઇચ્છા હતી કે આ ઘરેણાં ભગવાન શ્રી રામને અર્પણ કરવામાં આવે. આ સાંભળીને પ્રાંત પ્રચારક હેમંત સન્ન રહી ગયા અને તેમણે કહ્યુ તમે અંત્યેષ્ઠિની તૈયારી કરો અમે તેમની છેલ્લી ઇચ્છા પુરી કરીશુ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આશાએ 1 ફેબ્રુઆરીના રોજ પોતાના પતિ અને દિકરાને જાણાવ્યુ હતુ કે તે પોતાના બધા દાગીના રામમંદિરના નિર્માણ માટે આપવા માંગે છે, આ સાંભળતા જ દિકરાએ કહ્યુ કે હુ તપાસ કરી લઉં છુ કે આ ઘરેણાં કોને અને કઇ રીતે આપવાના હોય છે ત્યારબાદ પરિવારે જ્યારે ઘરેણાં આપવાની વાત કરી તો નિયમોને કારણે ઘરેણાં સ્વીકારવાની તેમને મનાઇ ફરમાવવામાં આવી. બાદમાં પરિવારે 15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા અને રામમંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધા.

Published On - 10:59 pm, Tue, 16 February 21

Next Article