વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, રાજ્યસભામાં રજૂ થશે બિલ

|

Nov 29, 2021 | 12:48 PM

વિરોધ પક્ષોએ સરકારને ખેડૂતોના ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ખાતરી આપવા માટે તાત્કાલિક કાયદો ઘડવાની માંગ કરી છે. આ મુદ્દે વિપક્ષે સંસદમાં હોબાળો મચાવ્યો હતો.

વિપક્ષના હોબાળાથી લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત, રાજ્યસભામાં રજૂ થશે બિલ
parliament (File Photo)

Follow us on


આજથી શરૂ થઈ રહેલા સંસદ (Parliament)ના શિયાળુ (Parliament Winter Session) સત્ર શરૂ થતાની સાથે જ માહોલ ગરમાયું હતુ. સત્રના પહેલા જ દિવસે લોકસભા (Locksabha)માં કૃષિ કાયદા (Farm Laws)ને પાછું ખેંચવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં ત્રણ વર્તમાન કાયદાઓ પાછા ખેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને પસાર કરવામાં આવ્યો હતો. ગૃહ શરૂ થતાં જ વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો.

વિરોધ પક્ષોએ સરકારને ખેડૂતોના ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ખાતરી આપવા માટે તાત્કાલિક કાયદો ઘડવાની માંગ કરી છે.

લોકસભામાં કૃષિ કાયદાને પરત ખેંચવાનું બિલ પાસ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સંસદના શિયાળુ સત્રમાં આજે વિપક્ષના હોબાળા વચ્ચે, કૃષિ કાયદાને રદ્દ કરવા માટે લાવવામાં આવેલ બિલને કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું.

લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

શિયાળુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદાને પાછું ખેંચવા માટે લાવવામાં આવેલ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. બિલ પસાર થયા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

કૃષિ કાયદાઓ પર વિપક્ષનો વિરોધ

લોકસભાની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં કોંગ્રેસ અને ટીએમસીએ 3 કૃષિ કાયદાને રદ્દ કરવાના બિલ પર ચર્ચાની માંગ કરી છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર આ બિલ પર ચર્ચા કરવાને બદલે તેને સીધું રજૂ કરીને વોઇસ વોટથી પસાર કરાવવા માગતું હતું. ત્યારે બસપા અને બીજેડીના નેતાઓએ એમ પણ કહ્યું કે ચર્ચા કરવાને બદલે તેને જલ્દીથી પસાર કરાવવું યોગ્ય રહેશે.

જનતા પ્રથમ દિવસ જોઈ રહી છે’, વિપક્ષના હોબાળા પર લોકસભા સ્પીકરે કહ્યું

લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવીહતી. લોકસભામાં ખેડૂતોના મુદ્દા પર વિપક્ષના હોબાળા પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે પહેલો દિવસ જનતા જોઈ રહી છે. તે જ સમયે, રાજ્યસભાની કાર્યવાહી પણ 12.20 સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

આ પણ વાંચો: કૃષિ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું મકાઈના દાણા કાઢવાનું મશીન, ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આર્શિવાદરૂપ

Next Article