VIDEO: દિલ્લીના કિરાડીમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત

|

Dec 23, 2019 | 4:22 AM

દિલ્લીના કિરાડી વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શોર્ટ સર્કિટને કારણે મોડી રાત્રે બિલ્ડિંગની નીચે આવેલા કાપડના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી. આગના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પણ […]

VIDEO: દિલ્લીના કિરાડીમાં કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત

Follow us on

દિલ્લીના કિરાડી વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શોર્ટ સર્કિટને કારણે મોડી રાત્રે બિલ્ડિંગની નીચે આવેલા કાપડના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી. આગના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો: Jharkhand Election Results : વિધાનસભાની તમામ 81 બેઠકો માટે મતગણતરી શરૂ

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

જો કે ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ રાત્રીનો સમય હોવાથી લોકો સૂઈ રહ્યા હતા. જેથી તેમને આગથી બચવાનો મોકો પણ મળ્યો ન હતો. જેના કારણે આગમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. સાથે જ 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article