પોતાનો હોસ્પિટલ બેડ યુવાન દર્દીને આપી દીધો, 85 વર્ષીય RSS સ્વયંસેવકે જીવ આપીને કરી સેવા

પોતાનો હોસ્પિટલ બેડ યુવાન દર્દીને આપી દીધો, 85 વર્ષીય RSS સ્વયંસેવકે જીવ આપીને કરી સેવા
નારાયણ રાવ દાભાડકર

85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકરે એક યુવાનને એમ કહીને પોતાનો બેડ ખાલી કરી આપ્યો કે મેં આખી જિંદગી જીવી લીધી, પણ તે વ્યક્તિની પાછળ આખો પરિવાર છે.

Gautam Prajapati

|

Apr 28, 2021 | 9:47 AM

કોરોનાની બીજી તરંગમાં કારણે દેશના તમામ શહેરોમાં બેડ અને ઓક્સિજનની અછત છે. દરમિયાન એક વડીલે નાગપુરમાં એક એવું ઉદાહરણ રજૂ કર્યું કે આંખ ભીની થઇ જાય છે. 85 વર્ષના વડીલ નારાયણ ભાઉરાવ દાભાડકરે એક યુવાનને એમ કહીને પોતાનો બેડ ખાલી કરી આપ્યો કે મેં આખી જિંદગી જીવી લીધી, પણ તે વ્યક્તિની પાછળ આખો પરિવાર છે.

હોસ્પિટલનો બેડ છોડ્યા પછી નારાયણ રાવ ઘરે ગયા અને ત્રણ દિવસમાં જગતને વિદાય આપી દીધી. હવે આ ઘટના જાણીને સૌ દરેક નારાયણ રાવની પ્રશંસા કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ ટ્વિટર પર આરએસએસના સ્વયંસેવક નારાયણ રાવ દાભાડકરની આ માનવતા વિશે લખ્યું છે.

તેમના સિવાય હજારો લોકોએ ટ્વિટર પર દાભાડકરને શ્રદ્ધાંજલિ આપી છે. ખરેખર નારાયણ રાવ દાભાડકરને થોડા દિવસો પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમનું ઓક્સિજનનું સ્તર ઘટીને 60 થઈ ગયું હતું. આ જોતાં તેમના જમાઈ અને પુત્રીએ તેમને ઈંદિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં દાખલ કાર્ય. લાંબી જહેમત બાદ નારાયણ રાવને બેડ મળ્યો.

બેડ મળ્યા બાદ, ત્યાં એક મહિલા રડતી રડતી આવી, જે 40 વર્ષીય પતિને હોસ્પિટલમાં લાવી હતી. મહિલાના બેડ માટેની આજીજી અને કરૂણ અવાજ સાંભળીને નારાયણ રાવનું મન દ્રવિત થઇ ગયું અને તેમણે પોતાના બેડની ઓફર કરી.

નારાયણ રાવ દાભાડકરની વિનંતી પર હોસ્પિટલના વહીવટીતંત્રે તેમની પાસેથી કાગળ પર લખાવ્યું કે તે બીજા દર્દી માટે સ્વેચ્છાએ પોતાનો પલંગ ખાલી કરી રહ્યા છે. દાભાડકર આ સ્વીકૃતિ પત્ર ભરીને ઘરે પરત ફર્યા. ત્રણ દિવસ પછી, તેમણે વિશ્વને વિદાય આપી. પોતાનું જીવન માનવતાને સમર્પિત કરનારા નારાયણ રાવની પ્રશંસા કરતાં શિવરાજસિંહ ચૌહાણે લખ્યું છે કે, ‘શ્રી નારાયણજી બીજા વ્યક્તિના જીવનની રક્ષા કરતા કરતા ત્રણ દિવસમાં આ દુનિયાથી વિદા થયા. ફક્ત સમાજ અને રાષ્ટ્રના સાચા સેવકો જ આવી બલિદાન આપી શકે છે, તમારી પુણ્ય સેવાને સલામ છે! ‘

‘મેં જીવન જોયું છે, તેના બાળકો અનાથ થઇ જશે’

આ સાથે જ એક અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું કે, ‘હું 85 વર્ષનો છું, જીવન જોયું છે, પરંતુ જો તે મહિલાનો પતિ મરી ગયો તો, બાળકો અનાથ થઈ જશે, તેથી તે વ્યક્તિનું જીવન બચાવવાની મારું ફરજ છે.” આવું કહીને કોરોના પીડિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક શ્રી નારાયણ જીએ તે દર્દીને પોતાનો બેડ આપ્યો.

આ પણ વાંચો: કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓને મોટી રાહત, હવે તેઓ જાતે જ પેન્શન વિકલ્પ પસંદ કરી શકશે

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર PM MODI એ યોજી ઉચ્ચસ્તરીય બેઠક, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધી અવલોકન કર્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati