કોરોના સંકટ વચ્ચે સરકારી કર્મચારીઓને મોટી રાહત, હવે તેઓ જાતે જ પેન્શન વિકલ્પ પસંદ કરી શકશે
કોરોના સંકટની વચ્ચે કર્મચારી વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન(Pension)ને લઈને મોટો નિર્ણય લીધો છે.
કોરોના સંકટની વચ્ચે કર્મચારી વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન(Pension)ને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારીઓ હવે NPS અને ઓલ્ડ પેન્શન સિસ્ટમ પૈકી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકશે અને આ માટે તેમને 31 મે, 2021 સુધી તક મળશે. આ ઘોષણાથી ફક્ત તે જ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે કે જેમની નિમણુંક 1 જાન્યુઆરી, 2004 પહેલા કરવામાં આવી હતી પરંતુ તેમનું જોઈનીંગ બાદમાં થયું હતું.
ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલ્ફેરએ બંને માંથી એક વિકલ્પ પસંદ કરવા માટે કર્મચારીઓને મેમોરેન્ડમ જારી કર્યું હતું. ઓફિસ ઓફ મેમોરેન્ડમ હેઠળ વિવિધ પ્રક્રિયાઓ માટે સમયમર્યાદા જારી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી દેશ કોરોના સામે લડી રહ્યો છે. આ કિસ્સામાં તેની જુદી જુદી તારીખ માટે જુદી જુદી સમયમર્યાદા આગળ વધારી દેવામાં આવી છે.
31 મે 2021 સુધી પસંદ કરવાની તક એક્સરસાઇઝ ઓફ ઓપશન અંડર ઓલ્ડ પેન્શન સ્કીમની નવી મુદત હવે 31 મે 2021 સુધી વધારી દેવામાં આવી છે જે અગાઉ 31 મે 2020 સુધી હતી. અપોઈન્ટમેન્ટ ઓથોરિટી દ્વારા અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે જે અગાઉ 30 સપ્ટેમ્બર 2020 સુધી હતી. તેવી જ રીતે NPS બંધ થવાની અંતિમ મુદત 1 નવેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવી છે.
શું છે આખો મામલો નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS 1 જાન્યુઆરી 2004 ના રોજ લાગુ કરવામાં આવી હતી. NPSના અમલ પછી સશસ્ત્ર દળોને બાદ કરતા કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જો 31 ડિસેમ્બર 2003 પછી કોઈ કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી તો તેને NPSનો લાભ આપવામાં આવ્યો હતો. જોકે સરકારને ફરિયાદ કરવામાં આવી છે કે 31 ડિસેમ્બર 2003 પછી નિમણૂક કરાયેલા લાખો કર્મચારીઓ છે પરંતુ તેમની પસંદગી આ પહેલા થઈ ચૂકી છે. નિમણૂકમાં વિલંબ વહીવટી છે. તેથી તેમને જૂની પેન્શન સિસ્ટમનો લાભ મળવો જોઈએ. આ પછી સરકારે આ કર્મચારીઓને એક સમયનો વિકલ્પ આપ્યો છે.