Uttar Pradesh : ઉત્તર પ્રદેશના પીલીભીતના રસ્તાઓ પર આજકાલ એક અનોખી સાઇકલ (Bicycle) ખુબ ચર્ચામાં આવી છે. આ સાયકલની સામે અન્ય વાહનો લોકોને ખૂબ નાના લાગે છે.તમને જણાવી દઈએ કે, આ સાયકલ માલિક અતાહ હુસૈને (Atah hussain)તેના શોખ માટે બનાવી છે. જ્યારે તે 6 ફૂટ ઉંચી સાઈકલ લઈને રોડ પર નીકળે છે ત્યારે બધા તેને જોતા જ રહી જાય છે. આ સાયકલ બનાવ્યા બાદ અતાહ હુસૈનની અલગ દેખાવાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ છે.
‘આજ તક’ના સમાચાર અનુસાર, અતાહ હુસૈનની સાઈકલનો યુપી ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. તેણે તેના શોખ માટે આ અનોખી સાઈકલ બનાવી છે. સાયકલ માલિક અતાહ હુસૈન પીલીભીતના ચિડિયાડા ગામનો રહેવાસી છે. તે ગ્રીલની દુકાન ચલાવે છે. 6 ફૂટ ઊંચી સાઇકલના માલિક અતાહ કહે છે કે બધાથી અલગ દેખાવા માટે તે આ સાઈકલ બનાવી છે.
જ્યારે પણ અતાહ હુસૈન પોતાની 6 ફૂટ લાંબી સાઈકલ લઈને રસ્તા પરથી પસાર થાય છે ત્યારે લોકોની નજર તેમના પર જ ટકેલી હોય છે. લોકો તેમને રોકે છે અને તેમની સાઇકલ ચલાવે છે અને તેમની સાથે સેલ્ફી (Selfie) પણ લે છે. સાઈકલની ઊંચાઈ અને લંબાઈ વધુ હોવાને કારણે અન્ય લોકોને તેને ચલાવવામાં મુશ્કેલી પડે છે, પરંતુ અતાહ હુસૈન તેને સરળતાથી મેનેજ કરી લે છે. તેમની આ અનોખી સાઈકલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
અતાહ હુસૈને તેની 6 ફૂટ લાંબી સાઈકલની આગળ ‘માય ઈન્ડિયા ઈઝ ગ્રેટ’ લખ્યુ છે. આજકાલ આ અનોખી સાયકલ જોવા માટે લોકો ઉમટી પડે છે. દરેક વ્યક્તિ આ સાયકલ સાથે સેલ્ફી લેવા માંગે છે. તેમનું કહેવું છે કે તેઓ કોઈ પાર્ટી (Party) માટે પ્રચાર નથી કરી રહ્યા.આ સાયકલ માત્ર પોતાનો શોખ પૂરો કરવા અને અલગ દેખાવા માટે બનાવી છે.