5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં આ બેઠકના કોંગ્રેસ એજન્ટ મતગણતરી વખતે થઇ ગયા બેભાન, હોસ્પિટલ ખેસેડાયા

|

May 02, 2021 | 9:27 AM

પાનીહાટી (Panihati ) (ઉત્તર 24 પરગણા) ના કોંગ્રેસના ઉમેદવાર તાપસ મજુમદારના મત ગણતરી એજન્ટ ગોપાલ સોમની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી. જે બાદ તેમને મતગણતરી કેન્દ્રમાંથી બેહોશ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

5 state assembly election results 2021 LIVE: પશ્ચિમ બંગાળમાં આ બેઠકના કોંગ્રેસ એજન્ટ મતગણતરી વખતે થઇ ગયા બેભાન, હોસ્પિટલ ખેસેડાયા
ચૂંટણી પરિણામ

Follow us on

પશ્ચિમ બંગાળ: આજે 2 મેના રોજ 5 રાજ્યોની મતગણતરી ચાલી રહી છે. એવામાં અહેવાલ આવ્યા છે કે પાનીહાટી (Panihati ) (ઉત્તર 24 પરગણા) ના કોંગ્રેસના ઉમેદવાર તાપસ મજુમદારના મત ગણતરી એજન્ટ ગોપાલ સોમની અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી. જે બાદ તેમને મતગણતરી કેન્દ્રમાંથી બેહોશ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાહેર છે કે કોરોનાના આ સમયમાં નેગેટીવ RT-PCR ટેસ્ટ મત ગણતરી એજન્ટ માટે ફરજીયાત કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ ની પાનીહાટી વિધાનસભા બેઠક રાજ્યના ઉત્તર 24 પરગણા જિલ્લા હેઠળ આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021માં, પાનીહાટી વિધાનસભા બેઠક માટે કુલ 6 ઉમેદવાર મેદાનમાં હતા. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) ના નિર્મલ ઘોષ (Nirmal Ghosh) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સન્મોય બંદ્યોપધ્યાય(Sanmoy Bandyopadhyay), કોંગ્રેસ (કોંગ્રેસ) ના તાપસ મજમુદાર (Tapas Majumder) તેમજ અન્ય ત્રણ ઉમેદવારો સામસામે હતા. એવામાં મતગણતરીના દિવસે કોંગ્રેસના એજન્ટના આવા સમાચાર ચિંતાજનક છે.

 

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Next Article