વર્ષ 2024ના ઉનાળામાં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. દેશના 8 રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. લૂનો ખતરો સતત વધી રહ્યો છે.
17 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. બંગાળમાં 22મી એપ્રિલથી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. ગત વર્ષે 33 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. દુષ્કાળનો સામનો કરતા જિલ્લાઓમાં 279 ટકાનો વધારો થયો છે. ગુજરાત, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ અને જમ્મુકાશ્મીરના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે.
જોકે હીટવેવની આગાહીને લઇને ગુજરાત પણ તૈયાર છે. તંત્રએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે એવું હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગરમી વચ્ચે હીટ સ્ટ્રોકનો ભોગ ન બનાય અને જો ગરમીમાં બહાર નીકળીએ તો કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત માહિતી અપાઈ રહી છે.
રાજ્યમાં કોઈપણ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ ન બને એ માટે સરકાર સતત કાર્યરત છે. અતિશય ગરમીને લીધે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ હેલ્થ સેન્ટર ઉપર ORS કોર્નર બનાવવામા આવ્યા છે. હાલ અતિશય ગરમીની અસરમાં તકેદારી રાખવા આરોગ્ય શાખા દ્વારા લોક જાગૃતિ માટે સુચનાઓ આપવામાં આવી રહી છે.
નાગરીકોની સુવિધા માટે દરેક આરોગ્ય કેન્દ્રને પણ સુચનાઓ આપવામાં આવી છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોમાં તો ગરમીને લઇ વિષેશ વોર્ડ પણ તૈયાર કરાયો છે. લોકોને કોઇ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્ર સજ્જ છે.
આ પણ વાંચો: કથાકાર જયાકિશોરીનું ભવિષ્ય સૌપ્રથમ કોણે ભાખ્યુ હતુ અને શું તે સાચુ પડ્યુ?- જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:23 pm, Sun, 21 April 24