Corona Update: 24 કલાકમાં 41,649 કોરોનાના નવા દર્દી નોંધાયા, 97.37 ટકા રિકવરી રેટ

|

Jul 31, 2021 | 6:07 PM

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,23,810 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 46,15,18,479 લોકોને રસી અપાઈ ગઈ છે.

Corona Update: 24 કલાકમાં 41,649 કોરોનાના નવા દર્દી નોંધાયા,  97.37 ટકા રિકવરી રેટ
File Image

Follow us on

દેશમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ કોરોના સંક્રમિત (Corona Positive) દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,649 નવા કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના 4,08,920 સક્રિય કેસ છે, જ્યારે 3,07,81,263 લોકો સાજા થયા છે. જે બાદ રિકવરી રેટ 97.37 ટકા પર પહોંચી ગયો છે.

 

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,23,810 લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 52,99,036 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવિટી રેટ હાલમાં 2.42 ટકા છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી રેટ 2.34 ટકા છે. અત્યાર સુધીમાં દેશમાં 46.64 કરોડથી વધુ કોરોના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જ્યારે 46.15 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કેરળમાં સતત ચોથા દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ સંખ્યા વધીને 20 હજારને પાર થઈ ગઈ છે. કોરોનાથી 116 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 13.61 ટકા છે.

 

 

દર્દીઓની સંખ્યા 1,60,824 છે

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કોરોનાના 20,772 નવા કેસ આવ્યા બાદ કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 33,70,137 થઈ ગઈ છે. 116 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 16,701 પર પહોંચી ગયો છે. 14,651 લોકો કોરોનામાંથી સાજા થયા પછી સાજા થયેલા લોકોની સંખ્યા 31,92,104 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,60,824 છે.

 

 

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 6,600 કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ -19ના 6,600 નવા કેસો આવવાથી કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 62,96,756 થઈ ગઈ છે, જ્યારે 231 વધુ દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 1,32,566 પર પહોંચી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં કોવિડ -19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 77,494 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 60,83,319 લોકોએ આ જીવલેણ કોરોના વાયરસને હરાવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી રિકવરી રેટ 96.61 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 2.01 ટકા થયો છે.

 

 

શુક્રવારે કર્ણાટકમાં કોરોના વાયરસ ચેપના 1,890 નવા કેસ નોંધાયા અને રોગચાળાને કારણે વધુ 34 દર્દીઓના મોત થયા. આ સાથે કોરોનાના કુલ કેસો વધીને 29,03,137 અને મૃતકોની સંખ્યા 36,525 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 28,43,110 લોકો સાજા થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19ના 23,478 દર્દીઓ હાલ રાજ્યમાં સારવાર હેઠળ છે.

 

આ પણ વાંચો : કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ બન્યો વધુ ખતરનાક! ચિકનપોક્સની જેમ ઝડપથી ફેલાય રહ્યો છે, અમેરિકન રિપોર્ટમાં કરાયો દાવો

Next Article