કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ બન્યો વધુ ખતરનાક! ચિકનપોક્સની જેમ ઝડપથી ફેલાય રહ્યો છે, અમેરિકન રિપોર્ટમાં કરાયો દાવો

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ વાયરસના અન્ય તમામ સ્વરૂપો કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને ચિકનપોક્સ જેટલી સરળતાથી ફેલાય શકે છે.

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ બન્યો વધુ ખતરનાક! ચિકનપોક્સની જેમ ઝડપથી ફેલાય રહ્યો છે, અમેરિકન રિપોર્ટમાં કરાયો દાવો
Delta Variant Chickenpox

Delta Variant Chickenpox: કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ વાયરસના અન્ય તમામ સ્વરૂપો કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને ચિકનપોક્સ એટલે કે, અછબડાની (Chickenpox Coronavirus) જેમ સરળતાથી ફેલાય શકે છે. યુએસ હેલ્થ ઓથોરિટીના આંતરિક દસ્તાવેજને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) ના દસ્તાવેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજમાં અપ્રકાશિત ડેટાના આધારે એવું દર્શાવવામાં આવ્યું છે કે, જે લોકોએ રસીના તમામ ડોઝ લીધા છે તેઓ પણ ડેલ્ટા વેરિએન્ટને રસીકરણ વિના લોકોની જેમ જ ફેલાવી શકે છે (Delta Variant Chickenpox Report). ડેલ્ટા વેરિએન્ટ્સની ભારતમાં પ્રથમ ઓળખ કરવામાં આવી હતી. તે જ સમયે, ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’એ સૌપ્રથમ આ દસ્તાવેજના આધારે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. સીડીસીના ડિરેક્ટર ડો. રોશેલ પી. વેલેન્સ્કીએ મંગળવારે સ્વીકાર્યું કે, જે લોકોએ વેક્સિન લીધી છે તેમના નાક અને ગળામાં પણ વાયરસની હાજરી છે જેવી રીતે વગર વેક્સિનના લોકોમાં હોય છે.

ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે

આંતરિક દસ્તાવેજ વાયરસના આ પ્રકારનાં કેટલાક વધુ ગંભીર લક્ષણો તરફ નિર્દેશ કરે છે. દસ્તાવેજ મુજબ, ડેલ્ટા વેરિઅન્ટ વાયરસ કરતાં વધુ ફેલાઈ છે જે મર્સ, સાર્સ, ઈબોલા (Ebola), સામાન્ય શરદી, મોસમી ફલૂ કારણ બની શકે છે. આને તે અછબડાની (Coronavirus Delta Variant Symptoms) જેમ જ ચેપી છે. ન્યુયોર્ક ટાઇમ્સે દસ્તાવેજની નકલ પણ મેળવી છે. દસ્તાવેજ મુજબ, B.1.617.2 એટલે કે ડેલ્ટા વેરિઅન્ટ વધુ ગંભીર રોગનું કારણ બની શકે છે.

વૈજ્ઞાનિકો ડેલ્ટા વેરિઅન્ટ વિશે ચિંતિત

‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ ફેડરલ અધિકારીને ટાંકીને કહ્યું કે, દસ્તાવેજના તારણોએ ડેલ્ટા વેરિએન્ટ (US Coronavirus Delta Variant) વિશે સીડીસી વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. અધિકારીએ કહ્યું, સીડીસી ડેલ્ટા પેટર્ન સંબંધિત ડેટાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ વેરિઅન્ટ ગંભીર ખતરો પેદા કરી શકે છે, જેના માટે હવે કાર્યવાહી જરૂરી છે.

સીડીસી દ્વારા 24 જુલાઇ સુધીમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા મુજબ, અમેરિકામાં 16.2 કરોડ લોકોને રસી આપવામાં આવી છે અને દર અઠવાડિયે આશરે 35,000 લક્ષણોના કેસ સામે આવી રહ્યા છે. પરંતુ એજન્સી હળવા અથવા એસિમ્પટમેટિક કેસોનું નિરીક્ષણ કરતી નથી, તેથી વાસ્તવિક કેસ વધારે હોઈ શકે છે.

 

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati