પશ્ચિમ બંગાળના કુચબિહારમાં પોલીસ ગોળીબાર 4ના મોત, સીતલકુચમાં મતદાન સ્થગિત કરાયુ

|

Apr 10, 2021 | 3:10 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, પશ્ચિમ બંગાળમાં ગવે દીદી અને ટીએમસીની મનમાની નહી ચલાવવા દેવાય, મમતા બેનર્જીએ કહ્યું અમિત શાહના કહેવથી કેન્દ્રીય પોલીસે ગોળીબાર કરીને ચાર લોકોની હત્યા કરી

પશ્ચિમ બંગાળના કુચબિહારમાં પોલીસ ગોળીબાર 4ના મોત, સીતલકુચમાં મતદાન સ્થગિત કરાયુ
પશ્ચિમ બંગાળમાં ચોથા ચરણની ચૂંટણી બની હિંસક,પોલીસ ગોળીબારમાં 4ના મોત

Follow us on

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 44 બેઠક માટે ચોથા ચરણની આજે ચૂંટણી યોજાઈ રહી છે. સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લાની 44 બેઠક માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચોથા ચરણની ચૂંટણીમાં કુલ 373 ઉમેદવારો તેમના ભવિષ્યને અજમાવી રહ્યાં છે.
ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન કુચબિહાર અને હુગલીમાં ભાજપ ( BJP) અને ટીએમસીના (TCM) કાર્યકર્તાઓ વચ્ચે જૂથ અથડામણ થઈ છે. કુચબિહારમાં (coochbehar) તો ગોળીબારમાં (FIRING)ચારના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ, સીતલકુચના (SITALKUNCH) બુથ નંબર 126 ઉપર મતદાન સ્થગિત કરી દેવાયુ છે.

આ તબક્કામા પશ્ચિમ બંગાળના (WEST BENGAL) ઉતર ભાગમાં, કુચબિહાર અને અલીપુરદ્વાર જિલ્લો તેમજ દક્ષિણ 23 પરગણા, હાવડા, અને હુગલીમાં આવેલ વિધાનસભાની 44 બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. 44 બેઠકો ઉપર 15940 મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની ઓછામાં ઓછી 789 ટુકડીઓ તહેનાત છે. સીએપીએફની 187 ટુકડી કુચબિહારમાં એવા સ્થાને તહેનાત કરાઈ છે જ્યા ચૂંટણી પ્રચાર દરમિયાન નાની મોટી જૂથ અથડામણો થતી આવી હતી. આવી જ એક ઘટનામા ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ધોષ ઉપર ટીએમસીના કાર્યકર્તાએ હુમલો કર્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દરમિયાન અન્ય ચરણની ચૂંટણી માટે જાહેર સભાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM NARENDRA MODI) કુચબિહારની ઘટના અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમના અવસાન બદલ દુખ વ્યક્ત કરુ છુ. એમના પરિવાર સાથે મારી સંવેદના છે. અમારો પક્ષ તેમની સાથે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ (BJP) તરફી લોકજુવાળ જોઈને દીદી અને તેમના ગુંડાઓ નાસીપાસ થઈ ગયા છે.

પોતાની ખુરશી સરકતી જોઈને દીદી આવા સ્તર ઉપર ઉતરી આવશે તેવી કલ્પના નહોતી. હુ દીદી, ટીએમસી (TCM) અને તેમના ગુંડાઓને સાફ સાફ કહેવા માગુ છુ કે, દીદી અને ટીએમસીની હવે પશ્ચિમ બંગાળમાં મનમાની નહી ચાલે. ચૂંટણી પંચને મારો આગ્રહ છે કે, કુચબિહારની ગોળીબારની ઘટનાના કેસમાં ગંભીરતાથી તપાસ થાય અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરાય.

તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ, (MAMTA BENRAJI) લોકોને શાંત રહેવાન અપીલ કરતા એવો આક્ષેપ કર્યો છે કે, સીતલકુચમાં કતારબધ્ધ ઊભેલા મતદાતાઓ ઉપર સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ ( CAPF)ગોળીઓ વરસાવીને ચાર લોકોની હત્યા કરી છે. કેન્દ્રીય પોલીસ દળ મારો દુશ્મન નથી પણ ગૃહપ્રધાન અમિત શાહના નિર્દેશ ઉપર એક પ્રકારનું ષડયંત્ર રચી રહ્યાં છે. આજની ઘટના એની સાબિતી છે.

આજની આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જવાબ આપવો જોઈએ. શા માટે કેન્દ્રીય પોલીસે ગોળીબાર કર્યો અને તેના કારણે ચાર નિર્દોષ મતદારોના મોત નિપજ્યા છે. કેન્દ્રીય પોલીસ દળ છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં એક પ્રકારનુ દમન કરતી આવી છે. જેના કારણે આજના જેવી ઘટના આકાર પામશે તેવો અંદેશો હતો. આ ઘટના બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હોવાની વાત કરે છે પંચને શરમ આવવી જોઈએ.

 

Published On - 3:03 pm, Sat, 10 April 21

Next Article