30 વર્ષનો ઈતિહાસ, જાણો કોની સરકારમાં કેટલો હતો Tax?

સામાન્ય લોકોને બજેટથી ઘણી આશા હોય છે, Taxના દરનો દરેક નાગરિકના જીવન પર સીધો અસર પડતો હોય છે. દર વર્ષે રજૂ થતાં બજેટમાં ટેક્ષના સ્લેબ બદલાતા રહે છે.

Bhavyata Gadkari

| Edited By: Kunjan Shukal

Jan 31, 2021 | 8:22 PM

સામાન્ય લોકોને બજેટથી ઘણી આશા હોય છે, Taxના દરનો દરેક નાગરિકના જીવન પર સીધો અસર પડતો હોય છે. દર વર્ષે રજૂ થતાં બજેટમાં ટેક્ષના સ્લેબ બદલાતા રહે છે સાથે જ સરકાર બદલાવાની સાથે બજેટમાં પણ મોટો બદલાવ જોવા મળતો હોય છે, જેમ ઘર ચલાવનાર વ્યક્તિ પોતાની વિવિધ સ્ત્રોતોથી થતી આવક અને આવનારા સંભવિત ખર્ચની ગણતરી કરે છે તે જ રીતે દેશ ચલાવવા માટે દેશની તિજોરીમાં નાણાં ક્યાંથી આવશે અને ક્યાં વપરાશે તેનો અંદાજો લગાવવાની પ્રક્રિયાને બજેટ કહેવાય છે.

 

બજેટમાં સરકારએ નક્કી કરે છે કે પ્રજા પાસેથી પ્રત્યક્ષ રીતે આવકમાંથી કેટલાં રૂપિયા ટેક્ષ તરીકે ઉઘરાવી શકાશે. આ ટેક્ષ પગાર, વ્યવસાયમાંથી ઉભી થતી આવક, મહિલાઓ માટેનો સ્લેબ, વસ્તુઓના વેચાણ અને સેવાઓની કિંમતમાં 1 રૂપિયામાંથી સરકારને કેટલા પૈસા મળશે તેનું અંદાજીત સરવૈયું તૈયાર કરવું પડે છે. જેમાં સરકાર દેશના નાગરિકોની આર્થિક સ્થિતી, મોંઘવારી, દેશની જરૂરિયાતો વગેરે નક્કી કરે છે અને દેશના સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ વગેરે ખર્ચાઓને ધ્યાને રાખીને જે તે સમયના પ્રધાનમંત્રીની અધ્યક્ષતા હેઠળ જે તે સમયના નાણામંત્રી બજેટ રજૂ કરે છે.

બજેટ વર્ષ 1991-92થી લઈને 2020-21 સુધીમાં કઈ સરકારે નાગરિકો પર કેટલો ટેક્ષ નાંખ્યો અને કઈ સરકારે કેટલી રાહત આપી જુઓ સંપૂર્ણ વિગત

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati