કાશ્મીરમાં આ વર્ષમાં અત્યાર સુધી આતંકી હુમલામાં 28 લોકોના મોત, 22-23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે HM અમિત શાહ

|

Oct 08, 2021 | 5:15 PM

વિજય કુમારે કહ્યું કે આ હત્યાઓ આતંકવાદીઓ (Terrorist) અને ખાસ કરીને તેમના ગુંડાઓની હત્યાને કારણે થયેલી નિરાશાનું પરિણામ છે. જે ઘાટીમાં તેમના સમર્થકોને ખતમ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સતત અને અસરકારક જાળવણીને કારણે સતત ચાલુ રહે છે.

કાશ્મીરમાં આ વર્ષમાં અત્યાર સુધી આતંકી હુમલામાં 28 લોકોના મોત, 22-23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે HM અમિત શાહ
HM Amit Shah (File Image)

Follow us on

જમ્મૂ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) આ અઠવાડિયે ટાર્ગેટેડ હુમલાઓની વચ્ચે કહ્યું કે આ વર્ષે કાશ્મીરમાં અત્યાર સુધી 28 નાગિરકના મોત થયા છે. ત્યારે કાશ્મીરમાં મંગળવારથી અત્યાર સુધી 7 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે અને વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. કાશ્મીરના મહાનિરીક્ષક વિજય કુમારે (Vijay Kumar) એક નિવેદનમાં કહ્યું કે આ 28માંથી 5 વ્યક્તિ સ્થાનિક હિન્દુ/ શિખ સમુદાય અને 2 ગેરસ્થાનિક હિન્દુ મજૂર હતા.

 

 

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

વિજય કુમારે કહ્યું કે આ હત્યાઓ આતંકવાદીઓ (Terrorist) અને ખાસ કરીને તેમના ગુંડાઓની હત્યાને કારણે થયેલી નિરાશાનું પરિણામ છે. જે ઘાટીમાં તેમના સમર્થકોને ખતમ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સતત અને અસરકારક જાળવણીને કારણે સતત ચાલુ રહે છે.

તેમને આગળ કહ્યું કે આતંકવાદીના સંચાલકોએ હવે રણનીતિ બદલી દીધી છે અને નિશસ્ત્ર પોલીસકર્મીઓ, નાગરિકો, રાજનેતાઓ અને હવે એક મહિલા સહિત અલ્પસંખ્યક સમુદાયોના લોકોને નિશાનો બનાવવાની શરૂઆત કરી દીધી છે.

 

આતંકવાદીઓની ઓળખ કરવામાં લાગી પોલીસ

તેમને કહ્યું કે આવા કેસમાં આતંકવાદી પિસ્તોલનો ઉપયોગ કરી રહ્યા છે. આ કૃત્ય નવા જોડાયેલા આતંકવાદી અથવા તે લોકો તરફથી કરવામાં આવે છે, જે આતંકવાદીના રેન્કમાં શામેલ થવાના હોય છે. વિજય કુમારે કહ્યું કે પોલીસ મહેનત કરી રહી છે અને તેમાં સામેલ આતંકવાદીઓની ઓળખ કરી રહી છે, તેમને કડકમાં કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો છે.

 

22 અને 23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે ગૃહપ્રધાન અમિત શાહ

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગૃહપ્રધાન અમિત શાહ (HM Amit Shah) 22 અને 23 ઓક્ટોબરે શ્રીનગર અને જમ્મૂનો પ્રવાસ કરી શકે છે. તે દરમિયાન તે સરકારી કાર્યક્રમોમાં સામેલ થવાની સાથે સ્થાનિક લોકોની સાથે મુલાકાત પણ કરી શકે છે.

 

આ પણ વાંચો: રાજકોટમાં ‘પોલીસ પુત્રી’ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત

 

આ પણ વાંચો: Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB

 

આ પણ વાંચો:  રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણીસૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

Next Article