26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ

26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ


મેષ :

આજે આર્થિક દૃષ્ટિએ લાભનો દિવસ છે. શારીરિક અને માનસિક સ્ફૂર્તિ તથા તાજગીનો અનુભવ કરશો. મિત્રો તથા સ્વજનો તરફથી ઉપહાર મળશે. તેમની સાથે સમય આનંદમાં પસાર થશે. મિત્રો સાથે ક્યાંક ફરવા કે પછી કોઇક સમારંભમાં જઈ શકો છો.

વૃષભ :

આજે આપની વાણીની મધુરાતથી કોઇકને ફાયદો થઈ શકે છે. શુભ કાર્ય કરવાની પ્રેરણા મળશે. સાહિત્યમાં રુચિ વધશે. આપ પોતાના કામને સંપૂર્ણ કુશળતા સાથે પતાવી શકશો. વિદ્યાર્થી અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. પેટની તકલીફ પરેશાન કરી શકે છે.

મિથુન :

મનની દુવિધાના કારણે મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી થઈ શકે છે. વધુ પડતી ભાવુકતા આપની દૃઢતાને નબળી કરશે. પાણી અને અન્ય તરળ પદાર્થોથી સાવધાન રહો. જમીનથી સંબંધિત કેસોને હાલપુરતા ટાળીને રાખો. પોતાને તરોતાજા અનુભવશો.

કર્ક :

શારીરિક તથા માનસિક તાજગી સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો તથા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. મિત્રોથી લાભ થશે. શુભ કાર્ય કરવાનો આરંભ કરવા માટે આજનો દિવસ સારો છે. આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિની સંભાવનાઓ છે.

સિંહ :

પારિવારિક સભ્યો સાથે શાંતિથી દિવસ પસાર કરશો. સ્ત્રી મિત્રોથી ખાસ મદદ મળશે. પોતાની પ્રભાવશાળી વાણીથી અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરશો. આવકની સરખામણીમાં ખર્ચ વધુ થશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળશે.

કન્યા :

આજે આપ વાકચાતુર્ય અને મીઠી વાણીથી લાભપ્રદ સૌહાર્દપૂર્ણ સંબંધો વિકસિત કરી શકશો. ઉત્તમ ભોજન, ઉપહાર-સોગાત અને વસ્ત્રોની પ્રાપ્તિ થશે. મિત્રોથી લાભ અને સહકાર મળશે. શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા જળવાઈ રહેશે. આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતાથી આજનો દિવસ ખુશખુશાલ રહેશે.

તુલા :

આજના દિવસે જરા પણ અસંયમિત કે અનૈતિક વ્યવહાર આપને તકલીફમાં નાખી શકે છે. વાણીની શિથિલતાથી તકરાર થઈ શકે છે. સગા-સંબંધીઓ સાથે અણબનાવ થઈ શકે છે. મનોરંજન કે હરવા-ફરવા પાછળ પૈસા ખર્ચ થશે. અધ્યાત્મ સહાયક સાબિત થશે.

વૃશ્ચિક :

નોકરી-ધંધામાં લાભ પ્રાપ્ત થશે. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો, વિવાહોત્સુક યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક આવશે. પુત્ર અને પત્નીથી ફાયદો થશે. સ્નેહીજનો તથા મિત્રો તરફથી ફાયદો થશે. ઉચ્ચ પદાધિકારીઓની કૃપાદૃષ્ટિ જળવાઈ રહેશે.

ધન :

આપનો દિવસ શુભ છે, એવું ગણેશજી કહે છે. આપમાં પરોપકારની ભાવના રહેવાથી આપ લોકોની સહાય કરશો. વેપારમાં પણ આપનું આયોજન વ્યવસ્થિત રહેશે. વેપારના કારણે બહાર ક્યાંક પ્રવાસ જવાનું થઈ શકે છે. ઊપરી અધિકારીઓ પ્રસન્ન રહેશે. પ્રમોશનની શક્યતા છે.

મકર :

આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે, એવું ગણેશજી કહે છે. આરોગ્યની દૃષ્ટિએ થોડાક થાક અને આળસનો અનુભવ થઈ શકે છે. સંતાનના ભણતર તથા આરોગ્ય અંગે ચિંતા રહેશે. વ્યાવસાયિક રીતે નવી વિચારસરણી અપનાવી શકશો. વ્યર્થના ખર્ચથી દૂર રહો.

કુંભ :

ગણેશજી આજે આપને નિષેધાત્મક કાર્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી આપને માનસિક થાકનો અનુભવ થઈ શકે છે. ક્રોધ વધુ પ્રમાણમાં ન થાય, તેનું ધ્યાન રાખો. કોઈ પણ જાતના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની સલાહ છે.

મીન :

આજે આપ મનોરંજન તથા આનંદ-પ્રમોદમાં ડૂબેલા રહેશો. કલાકારો, લેખકો વગેરેને પોતાની પ્રતિભા પ્રગટ કરવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્નેહીજનો, સ્વજનો, મિત્રો સાથે પ્રવાસ-પિકનિકનો આનંદ માણી શકશો. દાંપત્ય જીવનમાં નિકટતા અને મધુરતા આવશે.

[yop_poll id=816]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati