ચીનમાં ફસાયેલા 23 નાવિકોને પરત લાવશે ભારત સરકાર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

|

Jan 09, 2021 | 5:55 PM

ચીનના હેબેઈ હેબેઇ પ્રાંતના જિંગતાંગ બંદર પર કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદ 13 જૂનથી ફસાયેલું છે અને ચીનના કાઓફાઈદિયાન બંદર પર એમ. વી. અનાસતાતિસયા કાર્ગો જહાજ 20 સપ્ટેમ્બરથી ફસાયું છે.

ચીનમાં ફસાયેલા 23 નાવિકોને પરત લાવશે ભારત સરકાર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત
ચીનના હેબેઇ પ્રાંતના જિંગતાંગ બંદર પર 13 જૂનથી ફસાયેલું કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદ

Follow us on

કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે કે ચીનના હેબેઇ પ્રાંતના જિંગતાંગ બંદર પર 13 જૂનથી ફસાયેલા કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદમાં ફસાયેલા 23 ભારતીય નવિકોને ભારત સરકાર 14 જાન્યુઆરીના રોજ ભારત પરત લાવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વિટ કરીને લખ્યું ચીનના હેબેઇ પ્રાંતના જિંગતાંગ બંદર પર ફસાયેલું કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદ જાપાનના ચિબા તરફ યાત્રા શરૂ કરશે. ચિબામાં એમ.વી. જગ આનંદના ચાલકદળને બદલવામાં આવશે અને ફસાયેલા 23 ભારતીય નવિકોને 14 જાન્યુઆરીના રોજ ભારત પરત લાવશે. આગળ એમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વના કારણે જ આ શક્ય બન્યું છે. સાથે જ એમણે ભારતીય નાવિકો પ્રત્યે ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપનીના માનવીય દૃષ્ટિકોણની પણ પ્રસંશા કરી.

ચીનની જળસીમામાં બે જહાજમાં 39 ભારતીય નાવિકો ફસાયા
ચીનના હેબેઈ હેબેઇ પ્રાંતના જિંગતાંગ બંદર પર કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદ 13 જૂનથી ફસાયેલું છે અને ચીનના કાઓફાઈદિયાન બંદર પર એમ. વી. અનાસતાતિસયા કાર્ગો જહાજ 20 સપ્ટેમ્બરથી ફસાયું છે.ચીને માલ ઉતારવાની મંજૂરી ન આપતા ચીનની જળસીમામાં ઉભેલા આ બંને જહાજોમાં 39 ભારતીય નવિકો ફસાયા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ચીનમાં ફસાયેલા ભારતીય નાવિકોને ભારત પાછા લાવવા વાતચીત શરૂ છે.

બેઈજીંગ સ્થિત ભારતીય દૂતાવાસની સક્રિયતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે તણાવપૂર્ણ આ અભૂતપૂર્વ સ્થિતિમાં ફસાયેલા ભારતીય નાવિકોમાં ભારે તણાવ છે. તેમણે કહ્યું કેબેઈજીંગ સ્થિત ભારતીય દૂતાવાસ આ મામલે ખૂબ સક્રિય છે. ભારતીય દૂતાવાસમના અધિકારીઓ ચીનની ક્ષેત્રીય કચેરીના સંપર્કમાં છે અને સતત કેન્દ્ર સરકારના અધિકારીઓના સંપર્કમાં છે.બેઈજીંગ સ્થિત ભારતીય દૂતાવાસની સક્રિયતાને કારણે જ કાર્ગો જહાજ એમ.વી. જગ આનંદમાં ફસાયેલા 23 ભારતીય નવિકોને ભારત સરકાર 14 જાન્યુઆરીના રોજ ભારત પરત આવી રહ્યાં છે.

 

Next Article